Team Chabuk-National Desk: રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ફેલાયેલા વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હીની કેજરીવાલ સરકારને ટકોર કરી છે. સર્વોચ્ચ ન્યાયાલયે જવાબ માગ્યો છે કે બંને સરકાર એ ઉદ્યોગ, પાવર પ્લાન્ટ્સની જાણકારી આપે, જેને વાયુ પ્રદૂષણ રોકવાના ઈરાદાથી કેટલાક સમય માટે બંધ કરવામાં આવી શકે છે. કોર્ટે વાહનોના ગમન-આગમનને પણ અટકાવવા અંગે વિચાર પર વિમર્શ કરવાનું કહ્યું છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી અને પૂર્વી રાજ્યોમાં પ્રદૂષણ માટે પરાલી સળગાવવી એ કંઈ મોટું કારણ નથી, કારણ કે તેનું પ્રદૂષણમાં માત્ર દસ ટકા યોગદાન છે. તેના પર સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ માટે પરિવહન, ઉદ્યોગ અને ટ્રાફિક વ્યવસ્થાને પ્રદૂષણનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. આ સાથે જ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પૂછ્યું હતું કે શું તેઓ ઉદ્યોગોને સ્થગિત કર્યાં સિવાય વાહનોના આવન જાવન પર પ્રતિબંધ લગાવી શકે છે? સર્વોચ્ચ ન્યાયાલયે એ પાવર પ્લાન્ટ્સની પણ માહિતી માગી છે કે જેને અટકાવી શકાય. બેંચે જવાબ દાખલ કરવા માટે કેન્દ્ર અને દિલ્હીની સરકારને આવતીકાલ સાંજ સુધીનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે કાલ સુધીમાં નિર્માણ કાર્યોં અને બિનજરૂરી પરિવહન સેવાને રોકવા માટે ઈમરજન્સી બેઠક બોલાવે. કોર્ટ પંજાબ, યુપી અને હરિયાણાના મુખ્ય સચિવોને આવતીકાલે ઈમરજન્સી બેઠકમાં સામેલ થવા માટે નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કેન્દ્ર અને રાજ્યને કહેવામાં આવ્યું છે કે તેઓ દિલ્હી-એનસીઆરમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પર લાગુ કરવાનો વિચાર કરે. સુપ્રીમ કોર્ટે વધુમાં કેન્દ્ર સરકાર અને દિલ્હીની સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે જે પ્રકારે પ્રદૂષણ પર ઈમરજન્સી બેઠક થઈ, એ પ્રમાણે કોઈ બેઠકની આશા ન રાખી શકાય. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારે તેમના માટે (બનાવેલી કમિટીઓ માટે) એજન્ડા સેટ કરવો પડે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત