Homeદે ઘુમા કે‘રોહિત પાસે તમામ રણનીતિ છે એ બધું સંભાળી લેશે’

‘રોહિત પાસે તમામ રણનીતિ છે એ બધું સંભાળી લેશે’

Team Chabuk-Sports Desk: વિરાટ કોહલીની કેપ્ટન પદેથી વિદાય બાદ હવે રોહિત શર્માના હાથમાં ટી ટ્વેન્ટીની બાગડોર છે. જેના અભિયાનની શરુઆત ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધના મેચની સામે થશે. રોહિત શર્મા પર ઘણી જવાબદારી અને પ્રેશર છે. એક તો વિશ્વકપના નામોશીભર્યાં પરાજયને ભૂલી જઈ તેણે ભારતના ફેન્સમાં આશાનું નવું કિરણ બની ઉભરવાનું છે અને બીજું કે કેપ્ટન તરીકે પોતે સર્વશ્રેષ્ઠ છે એ તેણે સાબિત કરવાનું છે. કારણ કે આવનારા સમયમાં સંભવ બને કે વનડેની જવાબદારી પણ તેના શીરે આવે.

રોહિત શર્માની સાથે સાથે રાહુલ દ્રવિડ ઉપર પણ જવાબદારી રહેવાની છે. ટીમના કોચ તરીકે ભારતીઓ તેની પાસેથી ઘણી આશા સેવી રહ્યા છે. આ અંગે મીડિયા સાથે વાત કરતા વાઈસ કેપ્ટન કે.એલ.રાહુલે રોહિત શર્મા વિશે જણાવ્યું હતું કે આપણે રોહિતને આઈપીએલમાં જોયો છે. લીગમાં તેના આંકડાઓ બધું સ્પષ્ટ કરી દે છે. તેમને રમતની જબરદસ્ત સમજ છે. શાનદાર સ્ટ્રેટજી બનાવે છે. આ કારણ જ છે કે કેપ્ટનની રીતે તેઓ આટલું બધું પ્રાપ્ત કરી શક્યા છે. રોહિત ડ્રેસિંગ રૂમમાં પણ શાંતિ લાવશે અને ડ્રેસિંગ રૂમનો માહોલ પણ સારો બની રહેશે. આગામી કેટલાક અઠવાડિયા એ જાણવામાં પસાર થશે કે ટીમનું લક્ષ્ય શું છે? ટીમ ગેમમાં નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે અને નેતૃત્વએ  તેને લક્ષમાં રાખવાની જરૂર હોય છે કે દરેક ખેલાડીને તેની ભૂમિકા અંગે ખ્યાલ હોય અને ખેલાડી ટીમમાં સુરક્ષિત અનુભવે.

ટીમમાં રાહુલ દ્રવિડની રવિ શાસ્ત્રી બાદ કોચ તરીકે એન્ટ્રી થઈ છે. ટીમ પર તેની શું અસર પડશે તેના પર રાહુલે જણાવ્યું હતું કે, હું તેમનાથી કેટલાય સમયથી પરિચિત છું. તેઓ ખાસ્સા મદદગાર છે. કર્ણાટક માટે પણ હું રમી રહ્યો હતો ત્યારે દ્રવિડે ઘણી સહાયતા કરી હતી. તેમણે દેશના યુવા ખેલાડીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું છે. તેમના રહેતા અમને ઘણું શીખવા મળશે. અમને ખ્યાલ છે કે દ્રવિડ કેટલું મોટું નામ છે અને એક ઉત્કૃષ્ટ ક્રિકેટર બનવા માટે તેમની પાસેથી ઘણું શીખવા મળશે. તેઓ એવા ખેલાડી રહ્યા છે જેમને રમતની સમજ છે. દ્રવિડ એક ટીમ મેન છે.

ભારતની ટીમ ટી ટ્વેન્ટી વિશ્વકપમાંથી આઉટ થઈ ગઈ. જલ્દી જ આઉટ થઈ ગઈ. રાહુલે કહ્યું કે અમારે એકડે એકથી શરુઆત કરવી પડશે. નવી રણનીતિ ઘડવી પડશે. અમારે સૌએ વિચારવું પડશે કે શ્રેષ્ઠ પ્રદર્શન માટે શું કરવું ? રાહુલે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં સામેલ ન કરવા પર કહ્યું હતું કે હાર્દિકને ખ્યાલ છે કે પુનરાગમન માટે તેણે શું કરવાનું છે. અમે બંને સારા મિત્રો છીએ અને અમે આ અંગે ચર્ચા કરી છે. હાર્દિક સમજુ છે અને તેને ખ્યાલ છે કે ટીમમાં પરત ફરવા માટે તેને આકરી મહેનત કરવી પડશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments