Homeદે ઘુમા કેપ્રથમ ટી ટ્વેન્ટી માટે ન્યૂઝીલેન્ડની ટીમનું જયપુરમાં આગમન

પ્રથમ ટી ટ્વેન્ટી માટે ન્યૂઝીલેન્ડની ટીમનું જયપુરમાં આગમન

Team Chabuk-Sports Desk: વિશ્વકપમાં રનર્સ અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારના આંગણે ટી ટ્વેન્ટી અને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે જયપુર પહોંચી ચૂકી છે. 17 નવેમ્બરથી બંને ટીમની વચ્ચે ટી ટ્વેન્ટી અભિયાનની શરૂઆત થશે. ટી ટ્વેન્ટી બાદ ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે બે ટેસ્ટમેચ રમાશે. ભારત તરફથી પણ ટી ટ્વેન્ટીના નવા કોચ અને કેપ્ટન શ્રીગણેશ કરવાના છે. જેથી તેમની ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે વ્યૂહરચના શું રહે છે અને તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે છે કે નહીં તેના પર સૌની નજર મંડરાયેલી છે.

ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. એ પછી ટીમ હવે ફાઈનલનું દુ:સ્વપ્ન વિસરી જઈ ભારત સામે નવેસરથી શરૂઆત કરશે. વિશ્વકપની શરૂઆતમાં લોકી ફર્ગ્યુસન ઈજાગ્રસ્ત થયો હતો. એ પછી તે ટૂર્નામેન્ટમાંથી જ આઉટ થઈ ગયો હતો. સેમીફાઇનલમાં ટીમના આધારભૂત બેટ્સમેન ડેવોન કોન્વે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી ન્યૂઝીલેન્ડ પાસે હાલ બે સારા ખેલાડીઓ નથી.

કોન્વેએ ઈંગ્લેન્ડની સામે સેમીફાઈનલમાં આઉટ થયા બાદ હાથ પર જોરથી બેટને પછાડ્યું હતું. જેથી તેનો હાથ તૂટી ગયો. ફાઈનલમાં પણ તેના ન રમવાથી ટીમને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. કોન્વે આ સાથે જ ભારત વિરૂદ્ધની શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ટેસ્ટ સીરીઝ માટે ડેરિલ મિચેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મિચેલે વિશ્વકપમાં પણ સારી બેટીંગનું પ્રદર્શન કર્યું હતું.

જયપુરમાં 17મી નવેમ્બરથી શરૂ થઈ રહેલા ત્રણ આંતરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચની શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમ સોમવારે ભારત પહોંચી હતી. જયપુર બાદ બીજી ટી ટ્વેન્ટી મેચ 19મી નવેમ્બરના રોજ રાંચીમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી 21મી નવેમ્બરના રોજ કોલકાતામાં રમાશે. બે ટેસ્ટની શ્રેણીનો પહેલો મેચ 25 નવેમ્બરના રોજ કાનપુરમાં જ્યારે બીજી ટેસ્ટ મુંબઈમાં ત્રણ ડિસેમ્બરના રોજ રમાવાની છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments