Homeતાપણુંજો મને હિંદુ ધર્મથી કોઈ તકલીફ હોત તો હું કલ્કિ મહોત્સવમાં શા...

જો મને હિંદુ ધર્મથી કોઈ તકલીફ હોત તો હું કલ્કિ મહોત્સવમાં શા માટે આવેત?: સલમાન ખુર્શીદ

Team Chabuk-National Desk: કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ પોતાના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા: નેશનહુડ ઈન ઓવર ટાઈમ્સને લઈ વિવાદમાં ઘેરાયેલા છે. તેઓ દેશવ્યાપી ચાલી રહેલા વિરોધ છતાં વિચલિત નથી થયા અને પોતાની વાત પર અડગ છે. તેમણે આ પુસ્તકનો જોરોશોરોથી વિરોધ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને હિંદુ સંગઠનો પર કટાક્ષ કરતા કહ્યું કે અફસોસ તેમણે આ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું. સલમાને કહ્યું કે બિચારા વિરોધ કરનારાઓની અંગ્રેજી નબળી છે. જેથી તેમને અસલી વાત સમજમાં નથી આવી રહી. સારું રહેશે કે તેઓ ખૂદ પુસ્તકનો અનુવાદ કરાવી લે.

સંભલના એન્ચોડા કંબોહમાં ચાલી રહેલા પાંચ દિવસીય કલ્કિ મહોત્સવના સમાપનમાં પહોંચેલા કોંગ્રેસ નેતાએ વિવાદ પર સ્પષ્ટતા આપતા હિંદુ ધર્મના ભરપૂર વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું કે જો મને હિંદુ ધર્મથી કોઈ તકલીફ હોત તો હું કલ્કિ મહોત્સવમાં શા માટે આવેત? હું અહીં દર વર્ષે આવું છું. મારી નજરમાં હિંદુ એક વ્યાપક અને મનને અસીમ શાંતિ આપનારો, વિશ્વ શાંતિની વાત કરનારો ધર્મ છે. હું તેમાં વિશ્વાસ રાખું છું. મને લાગે છે હિંદુ ધર્મના દુશ્મનો વચ્ચે ઘુસી ગયા છું. જે હિંદુ ધર્મને પ્રદૂષિત કરી રહ્યા છે. હિંદુ ધર્મના નામનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો હિંદુ ધર્મના શત્રુ છે. એમને ડર છે કે ક્યાંક આ પુસ્તકથી તેમની વાસ્તવિકતા સામે ન આવી જાય. તેઓ આ માટે પુસ્તક પર પ્રતિબંધ લગાવવા ઈચ્છે છે, પણ સત્ય પર કોઈ પ્રતિબંધ કે તાળું નથી લગાવી શકતું. સત્યતા હંમેશાં સામે આવે છે.

પુસ્તકના વિવાદિત ભાગ અંગે સલમાન ખુર્શીદે કહ્યું હતું કે આઈએસઆઈએસ અને બોકો હરામ ઈસ્લામ ધર્મનો દુરુપયોગ કરે છે પણ મારા વિરૂદ્ધ કોઈ ઈસ્લામ ધર્મમાં માનનારાએ આપત્તિ વ્યક્ત નથી કરી. મેં લખ્યું છે કે તેમના જેવો ધર્મનો દુરુપયોગ કરનારો જો કોઈ અન્ય ધર્મમાં છે, તો એ પણ એ જ કરે છે જે આઈએસઆઈએસ અને બોકો હરામ કરે છે. મેં મારી વાત સમાનતા પર કહી, બંનેની તુલના કરી છે પણ અફસોસ છે, અંગ્રેજીમાં હોવાના કારણે કેટલાક લોકોને આ પુસ્તક સમજમાં નથી આવી રહ્યું. જો આવું છે તો તેમણે આનો અનુવાદ કરી લેવો જોઈએ.

ધર્મના દુશ્મનોને જનતાની અદાલતની સામે લાવીશ, એમ કહેતા સલમાન ખુર્શીદે જણાવ્યું કે, જો કોઈ મને દેખાય છે કે એ ધર્મનો દુશ્મન છે તો મારે એ જનતાની સામે લાવવું પડશે. અદાલત તો તમામ લોકોની છે ને. આપણા દેશમાં જેટલા લોકો છે તેમની અદાલતમાં આ વાત રાખવામાં આવશે. એ નક્કી કરશે. મારું કામ તો માત્ર અપેક્ષા કરવું છે. પ્રાર્થના કરવું મારું કામ છે. જે હું કરી રહ્યો છું. જેઓ મારા પુસ્તક પર અને મારી પ્રાર્થના પર રોક લગાવવા ઈચ્છે છે, તેઓને પૂછો કે તેઓ મારી પ્રાર્થના શા માટે અટકાવવા ઈચ્છે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments