Homeગામનાં ચોરેદર શુક્રવારે ફતવો જાહેર કરી મારા પર ઈનામ વધારવામાં આવતું એટલે સનાતન...

દર શુક્રવારે ફતવો જાહેર કરી મારા પર ઈનામ વધારવામાં આવતું એટલે સનાતન ધર્મ સ્વીકારી લીધો: જીતેન્દ્ર નારાયણ બનેલા વસીમ રિઝવી

Team Chabuk-National Desk: ગઈકાલથી વસીમ રિઝવી નેશનલ ટીવી પર છવાયેલા છે. સોમવારના રોજ વસીમે ઈસ્લામ ધર્મનો ત્યાગ કરી ભગવો ધારણ કરી લીધો. હિંદુ ધર્મનો સ્વીકાર કર્યાં બાદ તેમણે કહ્યું કે ઈસ્લામ ધર્મમાંથી મને નિષ્કાસિત કર્યાં પછી, દરેક શુક્રવાર બાદ મારું માથું કાપી ફતવો જાહેર કરવામાં આવતો હતો અને ઈનામ વધારવામાં આવતું હતું. જેથી સનાતન ધર્મ સ્વીકાર કરી લીધો. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે તેમના પરિવારમાંથી જે પણ હિંદુ ધર્મનો સ્વીકાર નહીં કરે તેમનો તેઓ ત્યાગ કરશે.

વસીમ રિઝવીમાંથી જીતેન્દ્ર નારાયણ બન્યા બાદ તેમણે કહ્યું કે પુસ્તકના વિમોચન બાદ મને ઈસ્લામ ધર્મમાંથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યો હતો. એ પછી મારી મરજી હતી કે હું કોઈ ધર્મને અપનાવું. મેં તમામ ધર્મનો અભ્યાસ કર્યો અને તેમને પરખ્યાં, તેમાંથી મને સૌથી સારો હિંદુ ધર્મ લાગ્યો. જેમાં માણસાઈની સુરક્ષાની વાત કહેવામાં આવે છે.

યતિ નરસિંહાનંદે કહ્યું કે વસીમ માનવતાવાદી અને દિલેર વ્યક્તિ છે. તેના પર કોઈ આંચ નહીં આવવા દઈએ. સનાતન ધર્મ સ્વીકાર્યા બાદ તેમની સામે જાતિનો સવાલ ઊભો ન થાય એ માટે ત્યાગી સમાજ, પોતાના પિતા અને ખાનદાનના તમામ વ્યક્તિઓની સહમતિથી પોતાની જાતિનું નામ આપ્યું છે. હવેથી વસીમ રિઝવી મારા પિતાના ત્રીજા પુત્રના રૂપમાં ઓળખાશે. તેમણે કહ્યું કે હિંદુઓ ઈચ્છે છે કે તેઓ તન, મન અને ધનથી વસીમનો સાથ આપે.

શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી દ્વારા મુસ્લીમ ધર્મ ત્યાગ કરીને હિંદુ ધર્મ અપનાવવા પર ઉલમાનું કહેવું છે કે ધર્મ પરિવર્તન કરવું એ કંઈ ચોંકાવનારું નથી, કારણ કે તેઓ પહેલાથી જ ઈસ્લામમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ સ્વતંત્ર હતા, કોઈ પણ ધર્મ સ્વીકારે તેનાથી કોઈ ફર્ક નહોતો પડતો.

જમીયત દાવતુલ મુસલીમીનના સંરક્ષક અને પ્રસિદ્ધ આલિમ-એ-દિન મૌલાના કારી ઈસ્હાક ગૌરાએ કહ્યું કે ઈસ્લામ ધર્મમાં ધર્મ માટે કોઈ જબરદસ્તી નથી. આપણો દેશ લોકતાંત્રિક છે, અહીં સૌને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર છે. પણ કોઈના ધર્મ અંગે આલોચના કરવાની કોઈને પણ પરવાનગી નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments