Team Chabuk-National Desk: તૂટ્યો મારો તંબૂરાનો તાર-ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી.
ઉપરોક્ત પંક્તિ કેશવલાલ હરિરામ ભટ્ટની છે. હમણાં જ ગુજરાતી કવિતાની વેબસાઈટમાં અવ્વલ એવી લયસ્તરોને 17 વર્ષ પૂર્ણ થયા, જ્યાંથી આ પંક્તિ મળી ગઈ. પણ આપણે કંઈ ગુજરાતી કવિતા અને સાહિત્યની વાત નથી કરવાની. આ પંક્તિને સંલગ્ન ઘટના બની છે જેનું માખણ આપણે કાઢવાનું છે. વાત છે ચોરીની. ચોરોને લાગ્યું કે હાથમાં જે ટાયર આવ્યું છે તે ટ્રકનું છે પણ એ ટ્રકનું નહીં મિરાજ પ્લેનનું હતું.
લખનઉમાં એક ટ્રકથી મિરાઝ ફાઈટર પ્લેનનું ટાયર ચોરી થઈ ગયું હતું. ચોરોએ ચોરી કરેલું ટાયર પરત કરી દીધું છે. ચોરોએ કહ્યું છે કે, અમને બાપળાઓને ખ્યાલ જ નહોતો કે ટાયર પ્લેનનું છે. તેમનું તો માનવું છે કે ટ્રકનું ટાયર હતું એમ સમજી કાઢી લીધું હતું. જોકે કાયદો એ કાયદો. પ્લેનનું ટાયર મળ્યા બાદ પોલીસતંત્ર બંને ચોરો પર ધોરણસરની કાર્યવાહી કરી રહ્યું છે.
શનિવારના રોજ 4 ડિસેમ્બર પર પોલીસ કમિશ્નર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ ટાયર બે યુવકો દ્વારા ચોરી કરવામાં આવ્યું અને ટાયર પરત મળી ગયાની પુષ્ટિ કરી હતી. આ બંને ચોરોએ શહીદપથના કિનારાથી ટાયરને ચોરી કર્યું હતું. 31 વર્ષીય દિપરાજ વ્યવસાયે ટ્રક ડ્રાઈવર છે જ્યારે 18 વર્ષીય હિમાંશુનો તે ફૂવો થાય છે. બંને લખનઉના ગોમતી નગર વિસ્તારના વિક્રમ ખંડના રહેવાસી છે.
આ બેઉંને 26 નવેમ્બરના રોજ રાતના સાડાદસ વાગ્યાની આસપાસ એક ટાયર મળ્યું હતું જેને તેઓ ટ્રકનું ટાયર સમજી ઘરે લઈ ગયા હતા. બાદમાં ટાયર ટ્રકનું નહીં પણ પ્લેનનું હોવાની જાણકારી મળતા તેઓ તેને એરફોર્સના અધિકારીઓને સુપરત કરી આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત