Homeગામનાં ચોરેકોરોના વેક્સિનના કારણે અત્યાર સુધી દેશમાં 946નાં મોત થયા

કોરોના વેક્સિનના કારણે અત્યાર સુધી દેશમાં 946નાં મોત થયા

Team Chabuk-National Desk: સંસદના શિયાળુ સત્રમાં સરકાર તરફથી કૃષિ, કોરોના વેક્સિનથી મોત, કૃષિ સન્માન નિધિ યોજના અને આતંકી ફંડિંગને અટકાવવાને લઈ સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. સરકારે લોકસભાને જણાવ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2018થી અત્યાર સુધીમાં આતંકી ફંડિંગના 64 કેસનો ખુલાસો કર્યો છે. સદનમાં તૃણમૂલ કોંગ્રેસની સાંસદ સજદા અહમદના સવાલનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે કેન્દ્ર સરકાર ગત ત્રણ વર્ષોમાં એનઆઈએને આતંકી ફંડિંગના 64 કેસ સોંપ્યા હતા. જેમાં તપાસ એજન્સીઓએ ઘરેલું અને આંતરાષ્ટ્રીય સંપત્તિઓની કુર્કી અને સજા સહિત આરોપપત્ર ફાઈલ કર્યાં છે. આ સમયે પ્રવર્તન નિર્દેશાલયે 881 કરોડ રૂપિયાની 250 સ્થાવર અને જંગમ મિલકત અટેચ કરી છે. જેમાં 677.73 કરોડની સંપત્તિ દેશની જ્યારે 203.27 કરોડની વિદેશી સંપત્તિનો સમાવેશ થાય છે.

મખાનાના ઉપયોગમાં વૃદ્ધિ

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંગળવારના રોજ લોકસભામાં જણાવ્યું કે કૃષિ શોધ સંસ્થાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે માગમાં વૃદ્ધિના કારણે મખાનાના ઉત્પાદનને વધારવાની પ્રોદ્યોગિકી વિકસિત કરી છે. સદનમાં એક સવાલના જવાબમાં તોમરે કહ્યું કે પાછલા કેટલાક વર્ષોમાં વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં મખાનાનો ઉપયોગ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ મખાનાનો વ્યાવસાયિક સ્તર પર ઉત્પાદન મુખ્ય રૂપમાં બિહારમાં થાય છે. 2020-21માં તેનું ઉત્પાદન 56,194 ટનથી વધારે હતું.

નાગાલેન્ડના ખેડૂતોને શું મળ્યું ?

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સભામાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ થયા બાદથી નાગાલેન્ડના ખેડૂતોને અત્યાર સુધીમાં 299.26 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયા ત્રણ હપ્તામાં, કટકે કટકે કરીને, વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. તોમરે જણાવ્યું કે 30 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 71 કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જેમાં 2,75,401 ટન અનાજ ભંડારની ક્ષમતા છે. જેમાં મોટા ભાગની ક્ષમતા ધરાવનારા શીત ભંડાર ગૃહ અસમ, ત્રિપુરા અને મેઘાલયમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

વેક્સિનથી કેટલા મોત?

દેશમાં કોરોના વેક્સિનેશન બાદ 946 લોકોની વિભિન્ન કારણોસર મૃત્યુ થઈ. જ્યારે 1019 લોકોને ચિકિત્સાલયમાં ભરતી કરવાની આવશ્યકતા પડી. કુલ 49,819 લોકો પર વેક્સિનનો વિપરિત પ્રભાવ નોંધવામાં આવ્યો. કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે રાજ્યસભામાં જણાવ્યું કે ટીકાકરણની 0.00008 ટકા મોત અને એટલા જ ટકા હોસ્પિટલમાં ભરતી કર્યાના કેસ સામે આવ્યા છે. 89 નિધન એવા છે જેમનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાંથી ચાર મોત વેક્સિન ઉત્પાદ સંબંધિત, 58 સંયોગથી, 16 મોતનું કારણ અજ્ઞાત અને 11 મોતને અવર્ગીકૃત શ્રેણીમાં રાખવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments