Team Chabuk-International Desk: નાસાએ ચંદ્ર પરના મિશન માટે દસ લોકોની પસંદગી કરી છે. જેમાં ભારતીય મૂળના ડૉ.અનિલ મેનનનો પણ સમાવેશ થાય છે. અનિલ ડોક્ટર, એન્જિનિયર, ફાઈટર પાઈલટ અને રેસક્યૂ મિશનના સંચાલનકર્તા રહી ચૂક્યા છે. ચંદ્ર પર અત્યાર સુધીમાં કોઈ ભારતીય કે કોઈ ભારતીય મૂળની વ્યક્તિ નથી ગઈ. જો આગળની પ્રક્રિયા પણ અનિલના પલડામાં રહી તો તેઓ ચંદ્ર પર જનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ હશે.
તો પ્રથમ ભારતીયવંશના અંતરીક્ષ યાત્રી બનશે
નાસાએ જે દસ અવકાશયાત્રીઓને તાલીમ માટે પસંદ કર્યાં છે તેમાં 6 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે. અંતરીક્ષમાં અત્યાર સુધીમાં ત્રણ ભારતીય મૂળના અનુક્રમે કલ્પના ચાવલા, સુનીલા વિલિયમ્સ અને રાજા ચારી જઈ ચૂક્યા છે. જ્યારે અવકાશમાં જનારા પ્રથમ ભારતીય રાકેશ શર્મા હતા. જો અનિલ મેનન નાસાના અર્ટેમિશ મિશન હેઠળ ચંદ્ર પર જનારા સ્પેસક્રાફ્ટમાં રવાના થશે તો તેઓ ચંદ્ર પર પગ મૂકનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બની જશે.
બે વર્ષ લાંબી તાલીમ
નાસાની પાસે અવકાશી તાલીમ માટે 12 હજાર આવેદન આવ્યા હતા. જેમાંથી ફક્ત દસની પસંદગી કરવામાં આવી. આ તમામ દસ અંતરિક્ષયાત્રીઓ આગામી વર્ષે જાન્યુઆરીમાં ટેક્સાસ સ્થિત જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં પોતાની તાલીમ શરૂ કરશે. આ તાલીમ બે વર્ષ સુધી ચાલશે. જે પછી તેમને અર્ટેમિસ જેનરેશન પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવશે. નાસાનું મિશન છે કે તેઓ સ્પેસએક્સની સાથે મળીને વર્ષ 2024ના અંત કે 2025માં એક મહિલા અને પુરુષને ચંદ્ર પર મોકલે.
કોણ છે અનિલ મેનન?
અનિલ મેનનના માતા પિતા ભારતીય અને યુક્રેનના હતા. અનિલ મિનિસોટામાં ઉછર્યાં છે. વર્ષ 1999માં હાર્વડ યુનિવર્સિટીથી ન્યૂરોબાયોલોજીમાં સ્નાતક થયા છે. અહીં જ તેમણે હચિંસન ડિજીસનો અભ્યાસ કર્યો હતા. 2004માં સ્ટેનફોર્ડ મેડિકલ શાળામાંથી મેડિકલનો અભ્યાસ કર્યો. એ પછી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. આ સિવાય તેઓ સોયુઝ મિશનનો પણ ભાગ રહ્યા હતા.
શા માટે સુવિખ્યાત?
ડૉ.અનિલ મેનન વર્ષ 2018માં એલન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે જોડાયા. કંપનીની પ્રથમ હ્યુમન ફ્લાઈટમાં મેડિકલ તપાસનું નેતૃત્વ તેમણે કર્યું. સ્ટારશિપનું નિર્માણ, એસ્ટ્રેનોટ્સ મિશન, લોન્ચ પ્રોગ્રામ્સ વગેરેમાં તેમણે સહાયતા કરી. વર્ષ 2010માં હૈતીમાં આવેલા ભૂકંપ બાદ લોકોની મદદ કરી હતી. વર્ષ 2015માં નેપાલમાં આવેલા ભૂકંપ બાદ ઈજાગ્રસ્તોની સારવાર કરી હતી. 2011માં રેનો એર શો દુર્ઘટનામાં પણ ઘાયલ લોકોનો ઈલાજ કર્યો હતો. ડો.અનિલ મેનન એફ-15 ફાઈટર જેટના 100 હવાઈ પ્રવાસ પૂર્ણ કરી ચૂક્યા છે. આ સિવાય તેમણે હેલિકોપ્ટરમાંથી જ 100 લોકોને ગંભીર સ્થિતિમાં રેસક્યૂ કર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત