Team Chabuk-National Desk: માણસ માણસ વચ્ચે ઈન્ફાઈટના દૃશ્યો જોયા છે. નજીકના વ્યક્તિનું જ્યારે કોઈએ ઢીમ ઢાળી દીધું હોય ત્યારે ક્રોધાવશ થઈ સામેની વ્યક્તિ તેનું પણ કાસળ કાઢી નાખે. આવો જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઘટના છે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલ ગામની. જ્યાં ગામના વાંદરાઓએ પ્રતિશોધમાં 250 કૂતરાઓનું કાસળ કાઢી નાખ્યું. અને કૂતરાઓને મારી નાખવાની આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે. ગામના લોકો અને વન વિભાગનું જીવવું વાંદરાઓએ હેરાન કરી મૂક્યું છે.
Monkeys in an Indian village have k*lled 250 dogs by dragging them to the top of buildings & dropping them out of revenge after a pup k*lled one of the baby monkeys 🐒 pic.twitter.com/o6YTZfnBht
— SAY CHEESE! 👄🧀 (@SaycheeseDGTL) December 17, 2021
માજલ ગામના લોકોનું કહેવું છે કે વાંદરાઓ દ્વારા કૂતરાને મારી પ્રતિશોધ લેવાની ઘટનાનો સિલસિલો એક મહિનાથી ચાલી રહ્યો છે. વાંદારાઓની ટૂકડીએ સામૂહિક પ્રતિશોધ લેતા આશરે 250 કૂતરાઓને મારી નાખ્યા છે. વિસ્તારના તમામ લોકો વાંદરાઓની આ હરકતથી હેરાન થઈ ગયા છે. આ અંગે ગામના લોકોએ વન વિભાગનો સંપર્ક કર્યો છે અને તેમને હુમલો કરનારા વાંદરાઓને પકડી જવા અનુરોધ કર્યો છે. ગ્રામજનોની સૂચના પ્રાપ્ત થતા વન વિભાગની ટીમ વાંદરાઓને પકડવા માટે પહોંચી હતી પરંતુ એક પણ વાંદરો પકડવામાં સફળતા પ્રાપ્ત નહોતી થઈ.
ગ્રામીણોનું કહેવું છે કે હવે ગામની સ્થિતિ કંઈક એવી થઈ ગઈ છે કે કદાચ જ કોઈ કૂતરો બચ્યો હશે. વાંદરાઓનો આક્રોશ એવો ચરમસીમાએ છે કે હવે તેમણે શાળાએ જતાં બાળકોને નિશાને લેવાનું શરૂ કર્યું છે. વાંદરાઓના પ્રકોપથી ગ્રામ્યજનો ભયભીત થઈ ગયા છે.
ગામમાં જ રહેતા સીતારામ નૈબલના કૂતરાને વાંદરાઓ ઉઠાવી ગયા હતા. કૂતરો પકડાયા પછી વાંદરાઓએ રાડારાડી કરી મૂકતા સીતારામ લાકડી લઈ તેમની તરફ ધસ્યા હતા. કૂતરાને બચાવવામાં તેઓ ગબડી પડ્યા હતા અને તેમના પગનું હાડકું તૂટી ગયું હતું. જોકે તેઓ પોતાના પાળતુ કૂતરાને બચાવવામાં સફળ થયા હતા.
ગ્રામ્યજનોના જણાવ્યા અનુસાર વાંદરાઓનો કૂતરા સામે પ્રતિશોધ લેવાનો સિલસિલો ત્યારે શરૂ થયો જ્યારે કૂતરાઓએ વાંદરાઓના બચ્ચાને મારી નાખ્યું. જેથી ક્રોધિત વાંદરાઓએ કુતરાઓને મારવાનું શરૂ કરી દીધું. વાંદરાઓ કૂતરાને પકડીને લઈ જાય છે અને પછી વૃક્ષ પરથી કોઈના મકાનમાં કે જમીન પર ફેંકી દે છે. અત્યાર સુધી આવા 250 કૂતરાઓનું નિકંદન નીકળી ચૂક્યું છે. અને હજુ પણ કૂતરો દેખાય તો તેને મારી નાખે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત