Team Chabuk-National Desk: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે શનિવારના રોજ હિમાચલ પ્રદેશની ધર્મશાળાના એક કાર્યક્રમમાં કહ્યું કે 40 હજાર વર્ષથી ભારતના તમામ લોકોના DNA સમાન છે. આપણા પૂર્વજોએ કેટલાય બલિદાન આપ્યા છે. ત્યાગ કર્યો છે. જેથી આપણી સંસ્કૃતિ આજે પણ જીવિત છે. આપણો દેશ વિકસિત થઈ રહ્યો છે. આપણે આપણા પૂર્વજોનું અનુકરણ કરીએ છીએ. જેથી આપણી નિષ્ઠા પણ તેના પ્રત્યે છે.
ધર્મશાળામાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મીડિયા સરકારનું રિમોટ કન્ટ્રોલ ગણાવે છે. પણ આ વાત તસુભાર પણ સાચી નથી. આ સાથે જ તેમણે કહ્યું કે ભારત એક વિશ્વશક્તિ નથી પણ નિશ્ચિતરૂપથી મહામારી બાદ વિશ્વગુરૂ બનવા માટે સક્ષમ છે.
અહીં પૂર્વ સૈનિકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, એ સાચું છે કે અમારા કેટલાક કાર્યકર્તા સરકારનો ભાગ છે. પણ મીડિયા અમને સરકારના રિમોટ કન્ટ્રોલના રૂપમાં પ્રસ્તુત કરે છે. જેમાં બિલકુલ સત્યતા નથી. આ અસત્ય છે. સરકાર અમારા સ્વયંસેવકોને કોઈ પણ જાતનું આશ્વાસન આપતી નથી. લોકો અમને પૂછે છે કે અમને સરકાર પાસેથી શું મળે છે? તો હું એવા લોકોને જણાવી દઉં કે અમારી પાસે જે કંઈ પણ છે, તેને અમારે ગુમાવવું પણ પડે છે.
ચિકિત્સામાં પ્રાચીન ભારતીય પ્રથાઓ વિશે મોહન ભાગવતે કહ્યું કે આપણો પારંપરિક ભારતીય ઉપચાર કાવો છે. પણ હવે સમગ્ર વિશ્વ ભારતની સામે જોઈ રહ્યું છે અને ભારતીય મોડલનું જ પાલન કરવા ઈચ્છે છે. આપણો દેશ ભલે વિશ્વની શક્તિ ન બને પણ વિશ્વગુરૂ જરૂર બની શકે છે.
કાર્યક્રમ દરમ્યાન મોહન ભાગવતે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા CDS બિપિન રાવત સહિત તમામ 14 લોકોની યાદમાં એક મિનિટનું મૌન રાખ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતની અવિભાજીત ભૂમિ સદીઓથી વિદેશી આક્રમણકારિઓથી યુદ્ધ હારી, કારણ કે લોકો એકત્ર નહોતા. ભાગવતે સમાજ સુધારક બી.આર.આંબેડકરના નિવેદનને આગળ લાવતા કહ્યું કે, આપણે ક્યારેય કોઈની તાકાતથી નહીં પણ આપણી નબળાઈઓથી હારીએ છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત