Homeગુર્જર નગરીઆણંદ: પીએસઆઈના ઘરમાંથી જ તસ્કરો 1.83 લાખની મત્તા ચોરી ગયા

આણંદ: પીએસઆઈના ઘરમાંથી જ તસ્કરો 1.83 લાખની મત્તા ચોરી ગયા

Team Chabuk-Gujarat Desk: અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણમાં એક પોલીસના ઘરમાં ચોર ધાડ પાડે છે અને કંઈ નહીં ને પોલીસનો ડ્રેસ ચોરીને ચાલ્યો જાય છે. આ નવલકથાએ મજ્જા પાડી દીધી હતી. હવે એક કિસ્સો આણંદમાં નોંધાયો છે. જોકે અહીં પોલીસનો ડ્રેસ ચોરી નથી થયો પણ 1.83 લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા છે. જ્યાંથી ચોરી થયા છે તે આણંદના જીટોડિયના રહેવાસી અને નડિયાદમાં નોકરી કરતા વાયરલેસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર છે. જેમના બંધ મકાનમાં તસ્કરોએ કળા કરી હતી. આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નડિયાદમાં વાયરલેસ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે અશોક સિંધાના ફરજ બજાવે છે. તેમની પત્ની મીતાલીબહેન પણ અમદાવાદમાં એન્જિનિયર છે. પીએસઆઈ સાહેબ અશોક સિંધાએ આણંદના જીટોડિયા ખાતે શરણમ્ બંગ્લોઝમાં મકાન રાખ્યું હતું. તારીખ બીજી જાન્યુઆરીના રોજ મીતાલીબહેન તેમના પિયર ધુવારણ ગયા હતા જ્યારે પતિ અશોકભાઈ ત્રીજી જાન્યુઆરીના રોજ વ્હેલી સવારમાં ત્રણ વાગ્યાની આસપાસ ઘરને તાળું મારી નડિયાદ ગયા હતા. અહીંથી તેઓ તેમના વતન ખડોધી ખાતે પહોંચ્યા હતા.

તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ પીએસઆઈ અશોક સાહેબ અને તેમની પત્ની મીતાલીબહેન પોતાના ઘરે આવ્યા હતા. દરવાજાનું લોક ખોલી અંદર ગયા તો હતભ્રત રહી ગયા હતા. તેમના રૂમનો સામાન વેર વિખેર પડ્યો હતો. અન્ય રૂમની તિજોરીના તાડા તૂટેલા હતા. ઘરની પાછળ આવેલા દરવાજાનો નકુચો તોડી ચોર અંદર ઘુસ્યા હતા અને 1.83 લાખની માલમત્તા ચોરી ગયા હતા. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments