Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી એક મહિલાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વારંવાર ખરાબ મેસેજ અને ફોન આવતા હોય તેણે આ અંગેની જાણ પતિને કરી હતી. પતિએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યાવાહી હાથ ધરી હતી. જોકે પોલીસ જ્યારે ઘટનાની તપાસ કરી તેના છેડા સુધી પહોંચી તો ચોંકી ગઈ હતી, કારણ કે આરોપી કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોવાની જગ્યાએ ધોરણ 12નો વિદ્યાર્થી હતો. જે ભણવાની ઉંમરે સોશિયલ મીડિયાને રવાડે ચડી જતાં ગેરમાર્ગે દોરાયો હતો અને મહિલાને પજવતો હતો.
સોશિયલ મીડિયાની હકારાત્મક અસર કરતા નકારાત્મક અસરો દિનપ્રતિદિન વધી રહી છે. ઓનલાઈન લૂંટ અને છેતરપિંડીના બનાવો બને છે, તો પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાંના બનાવો પણ અવાર નવાર નોંધાતા રહે છે. જેમાં સૌથી અગ્રક્રમે મહિલાઓની પજવણીનો છે. જૂનાગઢમાં પણ આવો જ એક કિસ્સો નોંધાયો હતો. જ્યાં મહિલાને કોઈ અજાણ્યા ફોન નંબર પરથી ખરાબ મેસેજ આવતા હતા.
મહિલાએ આખરે કંટાળીને પતિને આ અંગે અવગત કર્યાં હતા ત્યારે પતિએ ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની મદદ લીધી હતી. આ કેસમાં આગળ જતા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના હોય એ ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરતા મેસેજ કરનાર 12માં ધોરણમાં અભ્યાસ કરતો સગીર હોવાનું સામે આવ્યું હતું.
જોકે આ કેસનો રાજીખુશી અંત આવ્યો હતો. પરિવારજનો અને વકીલ મિત્રની સાથે પોલીસની સમક્ષ હાજર થયેલા સગીરે તેની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને આગળ જતાં આવું કોઈ કાર્ય નહીં કરે તેની પોલીસને ખાતરી આપી હતી. સામે પોલીસે પણ કિશોરને અભ્યાસમાં ધ્યાન આપવા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી હતી. જૂનાગઢમાં નોંધાયેલો આ કિસ્સો દરેક માતા પિતા માટે હાલ લાલબત્તી સમાન બન્યો છે અને એક વખત ફરી સાબિત થયું છે કે સોશિયલ મીડિયા નામનું અસ્ત્ર કિશોરોના હાથમાં આવતા કેટલી ખતરનાક ભૂમિકા ભજવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
