Homeતાપણુંશ્રીમાન સી.આર.પાટીલ સૌથી પહેલા કૌભાંડી આસિત વોરાનું રાજીનામું લઈ લ્યો પછી હરિશ્ચંદ્ર...

શ્રીમાન સી.આર.પાટીલ સૌથી પહેલા કૌભાંડી આસિત વોરાનું રાજીનામું લઈ લ્યો પછી હરિશ્ચંદ્ર બનવાના ઢોંગ કરજો: ગોપાલ ઈટાલિયા

Team Chabuk-Political Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો ગઈકાલે બુધવારે વીસ મિનિટ સુધી અસુરક્ષિત વિસ્તારમાં રોકાયો હતો. અધિકારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. એ પછી કાર વીસ મિનિટ સુધી રોકાવી એ દેશભરમાં રાજકીય મુદ્દો બની ગયો હતો. ભાજપના તમામ નેતાઓએ એક સામટા પંજાબની કોંગ્રેસ સરકાર પર ઓનલાઈન-ઓફલાઈન પ્રહાર કર્યાં હતા. સામેની બાજુ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષે પણ જવાબ આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એવામાં આખો દિવસ શાંત રહેલા સોશિયલ મીડિયાને બપોર પછી હસી મજાકનો પૂરતો મસાલો મળી ગયો હતો અને ઓનલાઈન યુઝર્સની ટીપ્પણીઓ થકી પણ આ ઘટના ટ્રેન્ડમાં રહી હતી.  

ગુજરાતમાં આ ઘટનાને લઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હિન્દીમાં ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘કોંગ્રેસની આ જવાબદારીવિહીન હરકતનો જવાબ દેશની જનતા અવશ્ય આપશે. પંજાબના મુખ્યમંત્રીને તુરંત જ રાજીનામું આપવું જોઈએ. આ તમામ દેશવાસીઓની સાથે કરવામાં આવેલો વિશ્વાસઘાત છે.’

Patil

આ ટ્વીટનો સ્ક્રિનશોટ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ફેસબુક પર શેર કર્યો હતો અને તેમાં બેરોજગારોના મુદ્દાને લઈ ચાબખા માર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ લખ્યું હતું કે, કરોડો વિદ્યાર્થીનું ભવિષ્ય બરબાદ કરનાર મહાકૌભાંડી અસિત વોરાના રાજીનામાં અંગે એક શબ્દ ન બોલનાર ભાજપના પ્રદેશ પ્રમુખને ફક્ત એક ચુંટણી રેલી રદ્દ થવાથી મુખ્યમંત્રીનું રાજીનામું માગતા શરમ પણ નહીં આવતી હોય? રેલી રદ્દ થઈ તો દેશવાસીઓનું અપમાન થાય છે, તો ભરતી રદ્દ થાય ત્યારે બેરોજગાર યુવાનોનું સન્માન થાય છે?? શ્રીમાન C R Paatil સૌથી પહેલા કૌભાંડી આસિત વોરાનું રાજીનામું લઈ લ્યો પછી હરિશ્ચંદ્ર બનવાના ઢોંગ કરજો.’’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments