પટીયાલા શહેર. જેની એક કાચી કેડી પર ચાલીને જાવ તો લીલા ભવન દેખાય. જેને એક સમયે રંગરેલીયોનો મહેલ કહેવાતો. પ્રવેશદ્રાર પર એક વિશાળ લોઢાનો દરવાજો બનેલો હતો. જેને ખોલવા માટે પણ બાવડામાં અથાગ બળ જોઈએ. તેની અંદરથી એક કાર પસાર થઈ. લોઢાના દરવાજા પછી તુરંત એક બગીચો આવે. ફૂલોની સુગંધ ધ્રાણેન્દ્રીયોમાં ભરાઈ જાય. વાંકાચૂકા રસ્તાને પાર કરતી મોટર આગળ વધી ગઈ. મહેલ એ જગ્યાએ આવેલો હતો કે લોકોની જોવા ભીડ ઉમટતી પણ તેઓ બગીચા સિવાય અંદરની સુંદરતાને જોઈ ન શકતા. ફૂલોની સાચી સુગંધ તો અંદર ભરાયેલી પડી હતી. જેને અડકવાની મંજૂરી મહારાજાને જ હતી.
રસ્તામાંથી પસાર થતા લોકો મહારાજા ભુપિન્દરના એ આલીશાન મહેલને આંખોથી તાકી ન શકતા તે પાછળનું કારણ ત્રીસ ફૂટ ઊંચી દિવાલ હતી. દિવાલ કરતાં પણ મોટી માથાકૂટ એ રહેતી હતી કે આગળ એક બગીચો હતો. એ બગીચાનો રસ્તો વાંકોચૂકો બનાવવામાં ન આવ્યો હોત તો લોકોની નજર મહેલની અસલી સુંદરતા પર પડી શકેત.
માની લો કે પ્રવેશ કરવાની અનુમતિ મળી જાય છે. પ્રવેશ કરી મહેલની અંદર પહોંચો છો. મહેલની ઘણી વસ્તુઓ આંખોને ચકાચૌંધ કરી દે છે. સોનાની એક વસ્તુથી નજર હટાવો ત્યાં બીજી સોનાની વસ્તુ આંખ સામે દેખાય. મહેલના એક એક કક્ષને પૂર્ણ કરતાં જાવ છો અને એક કક્ષ આવે છે. મહેલની ઘણી જગ્યાઓ ઘુમવાની પરવાનગી આપવામાં આવે છે પણ એ કક્ષ નહીં.
એ કક્ષનું નામ છે પ્રેમ-મંદિર. મહારાજા ભુપિન્દર સિંહ માટે એ રિઝર્વ છે. કક્ષની ચારેબાજુ તૈલીચિત્રો જોવા મળે. તૈલીચિત્રોની ખાસિયત તેના આસન છે. અલગ અલગ પોઝિશનમાં સંભોગ કરતાં આસનો. નાગા પુરૂષો અને સ્ત્રીઓ એકબીજાને બાથમાં ભરેલા હોય. કોઈવાર એ પોઝિશન ઉપરથી જોવી કે નીચેથી જોવી એ વિટંબણાનો મુદ્દો આંખ માટે બની રહે. આંખનો કાયદો આ ચિત્ર માટે શું ન્યાય આપવો એ સમજી ન શકે, પણ મહારાજા ભુપિન્દર સિંહ તેને સમજી શકે.
કક્ષમાં ભોગ-વિલાસનો સઘળો સામાન હાજર છે. મખમલના ગાદલાઓ છે. જેના પર ઉંઘો તો પીઠ ઘસવાનું મન થાય. મહારાજા ભુપિન્દર સિંહ સાથે સંભોગ કરનારી સ્ત્રી વેલવેટના ગાદલા પર એકવાર પડે તો ઊભી ન થાય. મહારાજા માટે તો બીજું વેલવેટ હોય જ! હીરા, મોતી અને ઝવેરાત આજુબાજુ પડ્યા હોય. ગાલીચા બિછાયેલા હોય. વિદેશથી મંગાવેલા અણમોલ પથ્થરો હારબંધ રાખેલા હોય. જેની ચમક કોઈવાર હીરા મોતી અને ઝવેરાતને ઝાંખી પાડી દે.
એક વિશાળ તળાવ નજરે ચડે છે. એ તળાવની વિશાળતા એટલી છે કે 150 લોકો એક સાથે સ્નાન કરી શકે. એ તળાવ બીજી રીતે મશહૂર છે. ઉનાળામાં તેની અંદર બરફના કટકા નાખવામાં આવતા જેથી પાણીનું તાપમાન નીચું થઈ જાય. મહારાજાના ઈન્વિટેશન તૈયાર કરાતા હતાં. જેમાં તે પોતાની મનપસંદ મહિલા મિત્રોને આમંત્રણ પાઠવતા. તેમાં એમની પ્રેમિકાઓ પણ આવતી હતી.
માની લો આજે પણ એવું જ થયું. બરફની મોટી મોટી પાટ લઈ નોકરો આવ્યા અને તળાવમાં પધરાવવા લાગ્યા. પાણીમાં હાથ નાખી એક નોકરે પાણીનું તાપમાન માપ્યું, ‘હજુ બે નાખવી પડશે.’
બાજુમાં ઊભેલા નોકરને હાથની કોણી મારી તેણે સૂચિત કર્યો. બે મોટી બરફની પાટ આવી અને ધબાંગ કરતી પાણીની અંદર ચાલી ગઈ. સૂરજની ગરમી હવે તે પાટોને પીગળાવી રહી હતી. સ્વીમીંગ પુલ સ્વીડન બની ગયો હતો. ઠંડો ઠંડો. પરસેવે રેબઝેબ નોકરો ચાલ્યા ગયા.
હાથમાં વ્હિસ્કી ભરેલા ગ્લાસ સાથે ધીમે ધીમે મહિલાઓ આવવા લાગી. તેમની સાથે પુરૂષો પણ હતાં. શરીર ઉપર લાગેલી અત્તરની ખુશ્બુ હવે પાણીમાં ભળી ગઈ હતી અને પાણીમાંથી આવતી મહેક કંઈક અલગ જ હકીકત બયાન કરતી હતી. બધાના શરીરમાંથી નીકળીને પાણીમાં ભળી ગયેલી એ સુગંધનું સરનામું કયુ હોઈ શકે ? એ તો અત્તરનો જાણતલ વેપારી પણ ન કહી શકે.
એક આનંદની ક્ષણ કેવી હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પાણીમાં જોવા મળતું હતું. બરફની પ્લેટો પર કામિનીઓ પોતાનું શરીર ઠંડુગાર કરતી હતી. સ્વીમીંગ પુલને એક સાથે બે લોકો ગરમ કરી રહ્યા હતા. એક અહર્નિષ તપતો સૂરજ અને બીજો પાતળી કમર અને ઉન્નત સ્તન ધરાવતી મહારાજાની પ્રેમિકાઓ અને તેની મહિલા મિત્રો.
તળાવની અંદર રહેલી મસ્તીમાં કંઈ ઘટે નહીં આ માટે તળાવની બહાર બેસેલી કેટલીક સ્ત્રીઓ મધુર અવાજમાં ગણગણતી રહેતી હતી. સવારથી ચાલતી પાર્ટી સાંજ સુધી ચાલુ રહેવાની હતી. કોઈ રોકટોક નહીં. કોઈ કહેવાવાળું નહીં.
વિદેશથી મંગાવેલી વાઈન અને વ્હિસ્કીઓ. ન જોયા હોય તેવા ભોજનો પીરસાતા રહેતા હતા. પાર્ટી ચાલું હોય ત્યારે મહેલના જવાન નોકરો અને અન્ય કર્મચારીઓને એક બીજી કોઠરીમાં રહેવાનું રહેતું.
એક સુરંગ હતી. જ્યાંથી મૌજ કરતાં મહારાજાને ઈમરજન્સી સંદેશો પાઠવવામાં આવતો અથવા ફોન દેવામાં આવતો હતો. આ કામ એંસી વર્ષના ઘરડાઓને કરવાનું રહેતું. પાર્ટી કરવા આવેલી મહારાજાની પ્રેમિકાઓ અને મહારાણીઓની કાર મહેલની અંદર સુધી ચાલી જતી. એ કેવું કહેવાય કે ગરમીમાં જ્યારે બહારનું તાપમાન 100 ડિગ્રીએ પહોંચે ત્યારે મહારાજાનું તળાવ 40 ડિગ્રી પર હોય.
*****
મહારાજા એ કામશાસ્ત્રના વિદ્યાર્થી હતા. તેમને કામુક વસ્તુઓ વિશે જાણવાની તાલાવેલી રહેતી હતી. સ્ત્રીને ખુશ કેવી રીતે કરવી? તેના શરીરને ગરમ કેવી રીતે કરવું? સંભોગમાં ક્લાઈમેક્સ સુધી કેવી રીતે પહોંચવું? આવી ભિન્ન ભિન્ન અને એ વખતે બે લોકો વચ્ચે ન કરી શકાય તેવી વાતો તેઓ જાણતા રહેતા હતા. આ વાતોથી તેમનું ખૂદનું ભલુ થાય રિયાસતનું નહીં.
કામશાસ્ત્રની વાતોના ખડતલ જાણકાર બનવા માટે તેઓ વિદેશી ડોક્ટરને બોલાવતા હતા. તેમને ત્યાં બે અંગ્રેજ ડોક્ટર હતાં. એકનું નામ કર્નલ ફોકસ અને બીજાનું નામ કર્નલ હેઝ. કર્નલ હેઝ કિંગ એડવર્ડ મેડિકલ કોલેજના આચાર્ય પણ હતા.
મહારાજાના મહેલમાં નોકર કરતાં દાક્તર વધારે હતા. ફ્રેન્ચના ડોક્ટરો પણ હતા અને સ્થાનિક હકીમો પણ હતા. આ બધાને તેમની સુંવાળી રાણીઓનો હાથ પકડવાની પરવાનગી નહોતી. તેમના હાથ પકડવાની પરવાનગી માત્ર અને માત્ર મહારાજા ભુપિન્દરને જ હતી.
મહારાણી માંદી પડે તો ? તો તેમના હાથમાં દોરો બાંધી દેવામાં આવતો હતો. 20 ગજની દૂરી પર એ દોરો હોય. ડોક્ટર દોરાને કાન પર રાખી સાંભળે અને યોગ્ય દવા સૂચવે.
આવું બધા ડોક્ટરોના કિસ્સામાં નહોતું બનતું. યુરોપથી આવેલા અને મહેલમાં મહેમાન બનીને રહેતા ડોક્ટરો સામે મહારાણીઓ કોઈ પણ પ્રકારના સંકોચ વિના ઊભી રહી જતી હતી. માથે ઘૂંઘટ પણ ન તાણે. જ્યારે દેશી હકીમ આવે ત્યારે જ દોરાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવું કરવાનું કારણ એટલું જ કે મહારાજાનું પણ માનવું હતું કે, યુરોપીય ડોક્ટરોની સેક્સ વિશેની વિચારશૈલી એશિયન લોકો કરતાં અલગ હોય છે. પછીથી મહારાજાએ લેડી ડોક્ટરોને પણ મહેલમાં બોલાવી લીધી. જેથી આ ઝંઝટમાંથી છૂટકારો થાય.
તમામ મહિલાઓની મેડિકલ રિપોર્ટ તૈયાર થતી. ક્રમમાં એક એક મહારાણીને આવવાનું રહેતું. મહારાણીઓની સંખ્યા 350 હતી. ડોક્ટરોની રિપોર્ટથી કેટલી રાણીઓ બીમાર છે અને કેટલી રજસ્વલા છે તે મહારાજા સમજી જતા હતા.
મહારાજાએ હુકમ આપ્યો હતો કે, જેટલી મહારાણીઓ રજસ્વલા હોય એ પોતાના વાળ ધુએ, સુકાવે અને ખુલ્લા રાખીને ફરે જેથી રજસ્વલા રાણીઓ વિશે રાજા જ્ઞાત રહે. તંદુરસ્ત રાણીઓ જ રાજાના કક્ષમાં જતી અને રાતે તે રાજાના પલંગની આજુબાજુ ફરતી રહેતી. બેસતી. તેમની સેવા કરતી. તેમની કામનાની પૂર્તિ કરતી.
એમનો પલંગ ત્રણ ફૂટ ઊંચો હતો. સોફાની જેમ નરમ હતો. રેશમી ચાદરો તેના પર પથરાયેલી રહેતી હતી. મહારાજા હવે પચાસની આસપાસ પહોંચવાના હતા. રાણીવાસની 350 સ્ત્રીઓની ભોગવિલાસતા તેમણે પોતે પૂર્ણ કરવી પડતી હતી. વૃદ્ધત્વ આવી રહ્યું હતું. પથારીમાં રાણીને જે સુખ મળવું જોઈએ તે શક્તિ એમનામાં નહોતી રહી. તેમને અવનવી દવાઓ લેવી પડતી હતી. જેથી કામોત્તેજનામાં વધારો થાય.
ફ્રેન્ચ ડોક્ટરો સાથે તે વાતો કરતાં રહેતા કે, કેવી રીતે એક આધેડ ઉંમરની સ્ત્રીને કુંવારિકામાં તબ્દિલ કરી શકાય. જેથી તે મને પસંદ કરે. તેની કામોત્તેજના જાગૃત થાય. આ માટે ફ્રેન્ચ ડોક્ટર ખાસ પ્રકારના ઈન્જેક્શન તૈયાર કરતાં અને રાણીની યોનીમાં લગાવતા. જેથી ઉત્તેજના દેનારી સુગંધ પેદા થઈ શકે.
(ક્રમશ:)