Team Chabuk-National Desk: દિલ્હી કેબિનેટે શુક્રવારના રોજ માવઠાના કારણે નુકસાન થયેલા પાકની ભરપાઈ માટે ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ એકરનું વળતર આપવાની મંજૂરી આપી છે. પાકના નુકસાનના આકલનના અનુસાર ખેડૂતોની અનુગ્રહ ધનરાશિના દર પણ મંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે દિલ્હીમાં અનુમાનિત 29 હજાર એકર કૃષિ ક્ષેત્ર પર આશરે 53 કરોડ રૂપિયા ખર્ચ થશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જો નુકસાનનું આકલન સિત્તેર ટકા કે તેનાથી ઓછું હોય તો વળતર સિત્તેર ટકાના દરથી કરવામાં આવશે. જો નુકસાન સિત્તેર ટકાથી વધારે છે તો 100 ટકાના દરથી વળતર આપવામાં આવશે.
શા માટે લેવામાં આવ્યો નિર્ણય?
દિલ્હીમાં આ વખતે વરસાદની સિઝન મોડી શરૂ થઈ હતી ઉપરથી તેની અસર પણ લાંબી રહી હતી. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વરસાદ પડવાના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. સાથે જ પ્રાકૃતિક જળાશયો ઓવરફ્લો થવાના કારણે પણ પાકને નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોને રાહત પેકેજ આપવાનો વિશ્વાસ આપ્યો હતો અને નુકસાનની સ્થિતિનો તાગ મેળવવા માટે ટીમને સ્થળ પર નિરીક્ષણ માટે મોકલવામાં આવી હતી.
પીયૂસી અનિવાર્ય
દિલ્હી સરકાર પેટ્રોલ પમ્પ પર ઈંધણ ભરાવવા માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયૂસી) અનિવાર્ય કરવા જઈ રહી છે. વાહન ચાલકોએ તે માટે પેટ્રોલ પમ્પ પર જવું પડશે. જો ત્યાં પીયૂસી ગેરલાયક ઠર્યું તો ત્યાં જ પ્રમાણપત્રનું નવીનીકરણ કરવું પડશે. નવા નિયમના ડ્રાફ્ટને અધિસૂચિત કરતા પહેલા જનતાનું મંતવ્ય લેવામાં આવશે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલરાય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
ગોપાલરાયે આ અંગે કહ્યું કે, તેનાથી વાહનોના પ્રદૂષણની નિયમિત રીતે તપાસ સંભવ થશે. સરકાર આ નીતિના પ્રભાવ ક્રિયાન્વયન માટે ટેકનિકલ આધારિત પદ્ધતિઓ સ્થાપિત કરવા પર પણ કામ કરી રહી છે. જેથી પીયૂસી પ્રમાણપત્રની તપાસ દરમિયાન વાહન માલિકો અને પેટ્રોલ પમ્પ સંચાલકોને અસુવિધા ન રહે અને લાંબી કતારો ન લાગે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
