Homeગામનાં ચોરેહાશકારો: દેશના 16 રાજ્યોમાં કોરોનાને લઈ સ્થિતિ સામાન્ય બની, જાણો ગુજરાત છે...

હાશકારો: દેશના 16 રાજ્યોમાં કોરોનાને લઈ સ્થિતિ સામાન્ય બની, જાણો ગુજરાત છે કે નહીં?

Team Chabuk-National Desk: દેશના 16 રાજ્યોમાં કોરોનાને લઈ સ્થિતિ સામાન્ય બની રહી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે, જ્યાં ચૂંટણી છે અને ભીડ પણ એકઠી થઈ રહી છે. અહીં પણ સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે રાષ્ટ્રીય સ્તર પર દૈનિક કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચાર ટકા દૈનિક સંક્રમણ દરમાં ઘટાડો આવ્યો છે. જોકે સંક્રમણથી મૃત્યુ પણ વધારે છે. ગત એક દિવસમાં 2,51,209 સંક્રમિતો મળ્યા છે. આ દરમિયાન 627 લોકોના મોત થયા છે. સાથે જ 3,47,443 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 15.88% કોરોનાના નમૂના સંક્રમિત મળ્યા છે.

34,757 સંક્રમિતો ઓછા મળ્યા

દેશમાં જલ્દી જ બૂસ્ટર ડોઝ માટે નાક દ્વારા દેવામાં આવી રહેલા ટીકા એટલે કે નેઝલ વેક્સિનનું ત્રીજું પરીક્ષણ શરૂ થશે. સરકારે ભારત બાયોટેકને આ અંગેની અનુમતિ આપી દીધી છે. દેશમાં વર્તમાન સમયે 21,05,611 સક્રિય દર્દીઓની સંખ્યા છે. 27 જાન્યુઆરી સુધીમાં 22 લાખ લોકો સંક્રમિત હતા. એક દિવસમાં દેશમાં 34,757 સંક્રમિતો ઓછા મળ્યા છે.

ગુજરાત નથી

ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, અસમ, પંજાબ, છત્તીસગઢ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ગોવા, હરિયાણા, ઝારખંડ, બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ સહિતના 16 રાજ્યોમાં સક્રિય દર્દીઓનો વૃદ્ધિદર ઓછો થઈ રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં એક દિવસમાં 103 દર્દીઓના મોત થયા છે. જે ઓક્ટોબર મહિના બાદ સૌથી વધારે છે. અહીં 24,948 નવા સંક્રમિતો મળ્યા છે, જ્યારે કેરળમાં 54,537 નવા કેસ સામે આવ્યા છે અને 352નાં મૃત્યુ થયા છે.

આફ્રિકામાંથી નિયોકોવ

રાજધાની દિલ્હીમાં ત્રણ જાન્યુઆરી બાદ સૌથી ઓછા 4,044 સંક્રમિત મળ્યા છે. આ દરમિયાન 8,042 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 25ની કોરોનાના કારણે મૃત્યુ થઈ છે. કોરોના મહામારીની વચ્ચે દક્ષિણ આફ્રિકામાં વધુ એક ખતરનાક વાઈરસ નિયોકોવ હોવાની પુષ્ટી રશિયાની સમાચાર એજન્સી દ્વારા થઈ છે. જેની વિગત ગઈકાલે ચીનના વુહાન ખાતેના વૈજ્ઞાનિકોએ સામે રાખી હતી. જેનો મૃત્યુદર પણ વધારે છે. દર ત્રણમાંથી એકનું મૃત્યુ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments