Homeસિનેમાવાદઆદિપુરુષ 20 હજાર સ્ક્રિન પર રિલીઝ થનારી ભારતની પ્રથમ ફિલ્મ બની શકે...

આદિપુરુષ 20 હજાર સ્ક્રિન પર રિલીઝ થનારી ભારતની પ્રથમ ફિલ્મ બની શકે છે

Team Chabuk-Cinema Desk: પુષ્પા રિલીઝ થઈ અને કમાણીના અવનવા કિર્તીમાન સ્થાપિત કર્યા હોવા છતાં તે બાહુબલી ધ કન્ક્લુઝનનો કિર્તીમાન નથી તોડી શકી. તેના પર છેલ્લા ચાર વર્ષથી પ્રભાસનો એકાધિકાર છે. જોકે આ ફિલ્મ બાદ પ્રભાસે પણ કોઈ હિટ નથી આપી. સાહો ફિલ્મ ઠીકઠાક રહી હતી. જે પ્રભાસના બિગ બાહુબલી ચાર્મને ઝાંખી પાડતી ગઈ. હવે અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે પ્રભાસ અને દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ વિશ્વભરમાં સૌથી વધારે સ્ક્રિન પર રિલીઝ થનારી ભારતીય ફિલ્મ બની શકે છે.

ચર્ચાઓ પ્રમાણે પ્રભાસની આ ફિલ્મ ભારતની પ્રમુખ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી સિવાય, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ચીન અને જાપાનની ભાષાઓમાં પણ રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એ મુજબ આદિપુરુષને આશરે 20 હજાર સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આદિપુરુષ આ વર્ષે 11 ઓગષ્ટના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન શ્રી રામના રોલમાં છે. તેની સામે કૃતિ સેનન સીતાના રોલમાં છે અને સૈફ અલી ખાન વિલન રાવણનો રોલ પ્લે કરી રહ્યો છે.

આ ફિલ્મમાં લક્ષ્મણનો રોલ સની સિંહ કરે છે. જે પ્યાર કા પંચનામા-2 અને સોનુ કે ટીટૂ કી સ્વીટીમાં કાર્તિક આર્યનનો પાર્ટનર હતો. ટી સીરીઝની ફિલ્મો દે દે પ્યાર દે અને પતિ, પત્ની ઔર વોમાં પણ તેની વિશેષ ઉપસ્થિતિ દેખાઈ હતી. તેની છેલ્લી ત્રણ ફિલ્મો પણ સોલો રહી છે. જેમાં ઉજડા ચમન, જુઠા કહી કાં અને જય મમ્મી દીનો સમાવેશ થાય છે.

CinemaVad

ફિલ્મ આદિપુરુષના નિર્દેશક ઓમ રાઉત આ પહેલા અજય દેવગનની સાથે ફિલ્મ તાનાજી બનાવી ચૂક્યા છે. 2020ની સાલમાં  આ ફિલ્મ સર્વાધિક કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. સ્પેશિયલ ઈફેક્ટ્સના જાણકાર ઓમ રાઉત આ ફિલ્મને મોશન કેપ્ચર ટેકનિકથી બનાવી રહ્યા છે. ફિલ્મને લગતા સ્ટોરી બોર્ડ જે પણ લોકોએ જોયા છે તેઓનું એક જ રટણ છે કે આ ફિલ્મ વિશાળ સ્તર પર બની રહી છે. ફિલ્મનું મેકિંગ બજેટ જ 400 કરોડ રૂપિયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments