Team Chabuk-Sports Desk: વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીનું માનવું છે કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. ડેરેને પોતાના સાથી ખેલાડીઓ સાથેની ચર્ચામાં રોહિત શર્માને મહાન ક્રિકેટર એમ.એસ.ધોનીની બરાબરીમાં રાખ્યો હતો. પાંચ વખત આઈપીએલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા હવે ફિટ છે અને છ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી ત્રણ વનડે અને ત્રણ ટી ટ્વેન્ટી મેચની સિરીઝમાં ભારતીય ટીમનું સુકાનીપદ ફરી સંભાળશે. બીસીસીઆઈએ વિરાટ કોહલીને વનડેના કેપ્ટન પદેથી હટાવી દીધો છે. જે પછી રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ડેરેન સેમીએ લેજન્ડ્સ લીગ ક્રિકેટના અવસર પર વિરાટ કોહલીની પ્રશંસામાં કહ્યું હતું કે મેદાન પર તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની સાથે શાનદાર કેપ્ટનશીપ કરી છે. જે પ્રેરણદાયી કેપ્ટન રહ્યા છે. મેં આઈપીએલમાં તેને મુંબઈનું નેતૃત્વ કરતા જોયો છે. એ જીત નોંધવનારા સુકાનીઓ જેવા કે એમ.એસ ધોનીની સાથે સામેલ છે.
સેમીએ વિન્ડીઝની ટીમને ચેતવણી આપતા કહ્યું હતું કે કીરોન પોલાર્ડની આગેવાનીવાળી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે આવનારો ભારતનો પ્રવાસ સરળ નહીં હોય. પોલાર્ડ લાંબા સમયથી ભારતમાં રમી રહ્યો છે અને એ પરિસ્થિતિઓથી પરિચિત છે. મને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝ ભારતમાં સારું પ્રદર્શન કરી શકે છે.
ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકામાં ગત વનડે સીરિઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટમાં પણ ટીમ 1-2થી હારી ગઈ હતી. જ્યારે સેમીને પૂછવામાં આવ્યું કે વેસ્ટ ઈન્ડિઝ માટે આ વાત ફાયદામાં રહેશે, ત્યારે વિન્ડીઝના પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, ભારત હંમેશાં ઘર આંગણે મજબૂત રહ્યું છે અને કેટલાક શ્રેષ્ઠ વનડે ખેલાડીઓની મદદથી ટીમ મજબૂત હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
