Homeગામનાં ચોરેપશ્ચિમ બંગાળના નિર્મલબાબુએ કોરોના મહામારીના સંશોધન માટે પોતાનું શરીર દાન કરી દીધું

પશ્ચિમ બંગાળના નિર્મલબાબુએ કોરોના મહામારીના સંશોધન માટે પોતાનું શરીર દાન કરી દીધું

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધી રહેલા કેસની સામે સ્થિતિ થોડી સામાન્ય બની છે. ત્યાં બંગાળની એક વ્યક્તિએ કોરોના મહામારીના સંશોધન માટે પોતાના શરીરનું દાન કરી દીધું છે. હવે તેના શરીર પર કોરોનાનું શોધકાર્ય આરંભાશે. આ પ્રકારની ઘટના દેશમાં પ્રથમ વખત બની છે. દેશમાં હાલ સતત કોરોના વાઈરસને લઈ શોધ સંશોધન થઈ રહ્યા છે.

દાન કરનાર વ્યક્તિનું નામ નિર્મલ દાસ

મીડિયા અહેવાલ અનુસાર શરીર દાન કરનારા વ્યક્તિનું નામ નિર્મલ દાસ છે. તેમની વય 89 વર્ષની હતી અને તે ન્યૂટાઉન વિસ્તારના રહેવાસી હતા. નિર્મલ દાસ એક કેન્સરના દર્દી હતા. જે પોતાની મૃત્યુ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. શુક્રવારના રોજ તેમણે ચિકિત્સા અનુસંધાન માટે પોતાનું શરીર દાન કરી દીધું. એક અધિકારીએ જણાવ્યું હતું કે નિર્મલબાબુનો પાર્થિવ દેહ શનિવારના રોજ આરજીકર મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં દાન કરી દેવામાં આવ્યો હતો.

ઉત્તર પરગના અને કોલકાતામાં સર્વાધિક કેસ

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં 3805 નવા કેસ સામે આવ્યા છે. તાજા કેસની સાથે હાલ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને કુલ 19,86,667 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોલકાતામાં સર્વાધિક 481 નવા કેસ સામે આવ્યા છે. જે પછી ઉત્તર 24 પરગના જિલ્લામાં 438 નવા કેસ સામે આવ્યા છે. એ દરમ્યાન રાજ્યમાં 34 મોત નોંધાયા છે. હાલ કુલ મોતનો આંકડો 20,515 થઈ ગયો છે. કોરોનાથી ઉત્તર 24 પરગના જિલ્લામાં 9 અને કોલકાતામાં આઠ મોત થયા છે.

કેટલા લોકો સ્વસ્થ થયા ?

24 કલાકમાં 13,767 લોકો સ્વસ્થ થયા છે. ત્યાં હવે કોરોના મહામારીમાંથી ઉગરનારા લોકોની કુલ સંખ્યા 19,20,423 થઈ ગઈ છે. ડિસ્ચાર્જ થનારા લોકોનો રેટ સુધરીને 96.67 ટકા થઈ ગઈ છે. હવે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 9,996થી વધીને 45,729 થઈ ગઈ છે.

4,58,584 વેક્સિનના ડોઝ

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 24 કલાકમાં, પશ્ચિમ બંગાળમાં 61,883 કોરોના વાઈરસના નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેનાથી અહીં તપાસ કરવામાં આવેલા નમૂનાઓની કુલ સંખ્યા 2,30,64,032 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાજ્યમાં કોરોના વાઈરસ સામે પ્રતિરોધક વેક્સિનના ઓછામાં ઓછા 4,58,584 ડોઝ આપવામાં આવ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments