Team Chabuk-Sports Desk: પર્થ સ્કૉચર્સની ટીમે બિગ બેશ લીગ 2021-22 (Big Bash League) જીતી લીધી છે. સિડની સિક્સર્સની વિરૂદ્ધ ફાઈનલ મેચમાં પર્થ સ્કૉચર્સે 79 રનથી જીત પ્રાપ્ત કરી હતી. પર્થ સ્કૉચર્સની ટીમ ચોથી વખત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઈનલ મેચમાં પર્થ માટે લોરી ઈવાન્સે સર્વાધિક નોટ આઉટ 76 રન બનાવ્યા હતા. એન્ડ્રૂ ટાયે 15 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. મેચમાં બે વિકેટ લેનારા ઝાય રિચર્ડસને ટ્રોફી જીત્યા બાદ એ હદે જીતની ઉજવણી કરી કે તેની નાક તૂટી ગઈ. તૂટેલી નાકની સાથે જ તેણે ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જે ઘણો વાઈરલ થયો છે.
સિડની સિક્સર્સ 92 રનમાં તંબુ ભેગી
આ મેચમાં સિડની સિક્સર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પર્થની ટીમે તેમની સામે 172 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે સિડનીની ટીમ માત્ર 92 રનમાં પવેલિયન પરત ફરી ગઈ હતી અને આ મેચ 79 રનથી હારી ગઈ. પર્થ સ્કૉચર્સ માટે નોટ આઉટ 76 રન બનાવનારા ખેલાડી લોરી ઈવાન્સને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
રિચર્ડસનની નાક તૂટી ગઈ
પર્થ સ્કોચર્સની જીત બાદ તમામ ખેલાડીઓ તાડામાર ઉજવણી કરી રહ્યા હતા. એ સમયે ટીમના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસની નાક તૂટી ગઈ હતી. જોકે રિચર્ડસને તૂટેલી નાક સાથે ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું, આમ છતાં મેદાનની બહાર જઈ નાકનો ઈલાજ કરાવવો તેને મુનાસીબ નહોતો લાગ્યો. ટૂવાલથી એ પોતાનું નાક લૂંછી રહ્યો હતો અને ઉજવણી કરી રહ્યો હતો.
Jhye Richardson giving interview after breaking his nose in the title celebration. pic.twitter.com/rmW93uF7OG
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 28, 2022
ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી પર્થની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના 25 રનના સામાન્ય સ્કોર પર ચાર બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. કેપ્ટન એશ્ટન ટર્નરે લોરી ઈવાન્સની સાથે મળીને 100 રનની ભાગીદારી નોંધાવી હતી. ટર્નર 35 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તો ઈવાન્સ 76 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. એશ્ટન એગરે પણ 15 રન બનાવ્યા હતા. નિર્ધારિત વીસ ઓવરમાં પર્થની ટીમ છ વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. સિડની માટે નાથન લિયોન અને સ્ટીવ ઓ કીફે બે-બે વિકેટ ઝડપી હતી. બીજી તરફ જેક્સન બર્ડ અને હેડનને એક-એક વિકેટ મળી હતી.
શરમજનક પ્રદર્શન
172 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી સિડની સિક્સર્સની ટીમ માટે ડેનિયલ હ્યુઝ સિવાય કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન નહોતું કરી શક્યું. પાંચ રનના સામાન્ય સ્કોર પર ટીમની પ્રથમ વિકેટ પડી ગઈ અને 32 રન પર બીજી વિકેટ પડી ગઈ. એ પછી નિયમિત અંતરાલ પર સિડનીની વિકેટ પડતી રહી અને પૂરી ટીમ 16.2 ઓવરમાં 92 રન પર પવેલિયન ફરી ગઈ. ડેનિયલે સર્વાધિક 42 રન બનાવ્યા હતા. નિકોલસે 15 અને જે લેટને દસ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલના આંકડાને સ્પર્શી નહોતો શક્યો. પર્થ માટે એન્ડ્રૂ ટાયે સર્વાધિક ત્રણ અને જાય રિચર્ડસને બે વિકેટ લીધી હતી. બાકી તમામ બોલર્સને એક-એક વિકેટ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
