Homeગુર્જર નગરીવડોદરા: મહિલાઓને આવતી જોઈ યુવાન પેન્ટની ચેન ખોલ-બંધ કરવા લાગ્યો, મહિલાઓએ કર્યો...

વડોદરા: મહિલાઓને આવતી જોઈ યુવાન પેન્ટની ચેન ખોલ-બંધ કરવા લાગ્યો, મહિલાઓએ કર્યો પોલીસને હવાલે

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં મહિલાઓ સમક્ષ અભદ્ર ચેષ્ટાઓ કરી રહેલા યુવાનને રણચંડી મહિલાઓએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી દીધો હતો. વડોદરાની માંજલપુર મારૂતીધામ સોસાયટી પાસે મોડી સાંજે કેટલીક મહિલાઓ લટાર મારવા માટે નીકળી હતી. એવા સમયે એક રોમિયો મહિલાઓને જોઈ અભદ્ર વર્તન કરવા પર ઉતરી આવ્યો હતો. એ પેન્ટની ચેન ખોલ-બંધ કરી રહ્યો હતો. આખરે મહિલાઓએ તેની શાન ઠેકાણે પાડવા લમધાર્યો હતો અને માંજલપુર પોલીસના હવાલે કરી દીધો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સ્થાનિક રહેવાસી મહિલાઓ 28મી જાન્યુઆરીના રોજ સાંજના પાંચ વાગ્યે સોસાયટી પાસે આવેલા મેદાનમાં ચાલવા માટે નીકળી હતી. જ્યારે તેઓ સોસાયટીમાં પરત ફરતી હતી ત્યારે એક યુવાન તેમની સામે પેન્ટની ચેન ખોલ-બંધ કરતો હતો. મહિલાઓએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને પોલીસ આ બદમાશને લઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ યુવાનનું નામ કુશલ વસંતભાઈ પટેલ છે. જેની વિરૂદ્ધ પોલીસે 354 (એ)(1)(2) અને 354(એ)(2) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ યુવાનની વિરૂદ્ધ અગાઉ કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

[તસવીર પ્રતિકાત્મક છે.]

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments