Team Chabuk-Sports Desk: ઇન્ડિયન પ્રીમિયર લીગ-આઇપીએલ દ્વારા મેગા હરાજીની (IPL AUCTION) તૈયારી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે . આગામી ૧૨ અને ૧૩મી ફેબ્રુઆરીના રોજ આ મેગા હરાજી યોજાશે. આ માટે ખેલાડીઓની ફાઇનલ યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આ મેગા હરાજીમાં 590 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ૧૦ ટીમો કુલ 217 જગ્યા માટે ખેલાડીઓની ખરીદી કરશે. આ હરાજી માટે 19 દેશોના 1214 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 590 ખેલાડીઓને ફાઇનલ હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
335 ખેલાડીને એક પણ ઇન્ટરનેશનલ અનુભવ નહીં
આઇપીએલની 15મી શૃંખલા માટે આગામી 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર હરાજીમાં (IPL AUCTION) ભાગ લેનાર 590 ખેલાડીઓમાંથી 228 ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચમાં રમી ચૂક્યા છે. જ્યારે 335 ખેલાડીઓ અત્યાર સુધીમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી. આ મેગા હરાજીમાં આ વખતે ઘણા નવા ખેલાડીઓની પણ હરાજી થઇ શકે છે
370 ભારતીય ખેલાડીની લાગશે બોલી
આઇપીએલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાઇનલ લિસ્ટમાં 48 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે 20 ખેલાડીઓની બેઝ પ્રાઈસ દોઢ કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. જ્યારે 34 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા છે. બેઝ પ્રાઈઝનો મતલબ એ છે કે આ ખેલાડીઓની બોલી આ રકમથી શરૂ કરવામાં આવશે. હરાજી થનારા 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડી છે. આ હરાજીમાં સૌથી વધુ ખેલાડી ભારતના છે. ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડીઓ સાથે બીજા ક્રમ પર છે.
IPL દ્વારા થનારી હરાજીમાં ભારતીય ખેલાડીઓ
આઇપીએલ માટે જે ખેલાડીઓની હરાજી થવાની છે તેવા ભારતના મુખ્ય ખેલાડીઓની વાત કરવામાં આવે તો રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાન કિશન, રહાણે, સુરેશ રૈના, રવિન્દ્ર ચહલ, શ્રેયસ ઐયર, શિખર ધવન, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ જેવા ક્રિકેટરનો સમાવેશ થાય છે એમાંથી શ્રેયસ, ઇશાન, શાર્દુલ અને ચહર ઉપર મોટી બોલી લાગી શકે છે
અંડર-19ના સ્ટાર ક્રિકેટર્સ
IPLમાં આ વખતની હરાજીમાં અંડર-19ના સ્ટાર ક્રિકેટર પણ ભાગ લેશે. અંડર-19 વિશ્વ કપમાં રમેલા યસ ધુલ,વિકી, રાજવર્ધન હંગારકાર હરાજીમાં ઉતારશે. આ ઉપરાંત હર્ષલ પટેલ, કૃણાલ પંડ્યા, શાહરુખ ખાન, દિપક હુદ્દા અને આવેશ ખાન ઉપર પણ મોટી બોલી લાગવાની શક્યતા છે.
હરાજી માટે ટીમ વચ્ચે જામશે જંગ
આ વખતની આઇપીએલની ટીમની સંખ્યા આઠથી વધારીને ૧૦ થઈ છે. અમદાવાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ બે નવી ટીમનો ઉમેરો થયો છે. ચેન્નઇ સુપરકિંગ, દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝ હૈદરાબાદ અને ટીમ અમદાવાદ વચ્ચે ખેલાડીઓને ખરીદવા માટે જોરદાર સ્પર્ધા થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
