Team Chabuk-National Desk: ઈન્ટરનેટ એક એવી વસ્તુ છે જે એક રાતમાં કોઈને પણ સ્ટાર બનાવી નાખે છે. પછી ભલે એ રાનું મંડલ જેવી મહાન ગાયિકા હોય!! મજાક કરીએ છીએ. હમણાં બચપન કા પ્યાર વાળું ગીત ગાય સહદેવ ફટાફટ લોકપ્રિયતાની સીડીઓ ચડી ગયો. ભલે કોઈએ એ વાત ન નોંધી કે એ ગીત સૌ પ્રથમ વખત ગુજરાતી ગાયક કમલેશ બારોટે ગાયું હતું. હવે 2022માં કચ્ચા બદામ લોકપ્રિય થયું છે.
મગફળી વિક્રેતાનું ગીત
બીરભૂમિમાં મગફળી વેચતા ભુબન બાદાયકર ઈન્ટરનેટ પર કચ્ચા બદામ સોંગના કારણે ચર્ચામાં છે. તેમની મગફળી વેચવાની પદ્ધતિ લોકોને એટલી પસંદ આવી છે કે તેમના વખાણ કરતા થાકતા નથી. પણ ઈન્ટરનેટ પર વાઈરલ થવામાં મગફળી અને તેમના ગીત જેટલો જ ફાળો અંજલી અરોરાના ડાન્સે ભજવ્યો છે. આ ગીત અત્યારે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. રિમેક બનીને પોપ્યુલર થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ આ ગીત પર રીલ બનાવી રહી છે. લોકોથી લઈને સેલિબ્રિટી પણ આ ગીતને શેર કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર કેટલાય લોકો કચ્ચા બદામ ચેલેન્જના રૂપથી પરફોર્મ પણ કરી રહ્યા છે.
TERA SUIT BY @anjimaxuarora IT’S LOVELY 😍@jasminbhasin @AlyGoni @TonyKakkar #TeraSuit #AnjaliArora #AlyGoni #JasminBhasin #JasLy #TeamJasLy pic.twitter.com/BIFW1KYmm8
— ◉𝐌𝐫•𝒜𝓃𝓈𝒶𝓇𝒾◉🌎 (@MrAhmad00) March 10, 2021
ભૂબન પાસેથી લોકો વધુ ગીતો ઈચ્છે છે
આ ગીતનો ઓરિજનલ શ્રેય જાય છે અગાઉ કહ્યું એ પશ્ચિમ બંગાળના મગફળી વિક્રેતા ભૂબન બાગદાયકરને. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ભૂબને પોતાના ગીતની લોકપ્રિયતા અને એક સિંગરના રૂપે કારકિર્દી બનાવવાને લઈ ખુલીને વાત કરી હતી. ભુબને કહ્યું કે, મને એ વાત જાણી ખુશી મળી રહી છે કે આટલા બધા લોકોએ મારા ગીતને પસંદ કર્યું અને મારી પાસેથી આવા વધારે ગીતો ઈચ્છે છે. હું હાલમાં જ કલકત્તા શહેરમાં બીજી વખત આવ્યો છું. અહીં મને જે પ્રેમ અને પ્રશંસા મળી રહી છે તેનાથી મારી આંખોમાં આંસુ આવી ગયા છે.
Come on vibe with me 😌😌😌#kachabadam pic.twitter.com/PvXkpPKugJ
— ManzaR (@ImManzarBhopali) January 28, 2022
Good Evening guy’s ❤️@tarak9999 #KachaBadam #ManOfMassesNTR #JrNTR #JaiNTR #NTR30 #NTR31 #NTRfantasy pic.twitter.com/krxF36NDro
— Satya Chowdary Mla (@ImSatyaMulpuri) February 1, 2022
This ruined the original 😓😓#kachabadam pic.twitter.com/voXTReTfoe
— Roheet (@iam_roheet) December 31, 2021
મેં આટલી લોકપ્રિયતા ક્યારેય નથી જોઈ
ભુબને વધુમાં કહ્યું કે, સૌથી સારી વાત એ છે કે હવે હું માત્ર મગફળી વિક્રેતા નથી. લોકો મને એક સંગીતકારના રૂપે જુએ છે. જે માત્ર મારા માટે નહીં પણ મારા ગામ માટે પણ ગર્વની વાત છે. મેં ગત કેટલાક અઠવાડિયામાં કેટલીય નવી વસ્તુઓનો અનુભવ કર્યો છે. મારે સ્વીકાર કરવું પડશે કે કોઈ કોઈ વખત હું લોકોનો આટલો પ્રેમ જોઈ ચકિત્ત થઈ જઉં છું. મેં આટલી લોકપ્રિયતા ક્યારેય નથી જોઈ. હું ખુશ છું અને મારા ટેલેન્ટની મદદથી મારા પરિવારનું સારું ભવિષ્ય સિક્યોર કરી શકું છું.
મગફળીને બદામ કહેવાય
હવે તમે વિચારતા હશો કે મગફળી અને બદામને શું સંબંધ તો અમે તમને જણાવીએ કે પશ્ચિમ બંગાળમાં મગફળીને બદામ કહેવામાં આવે છે. આ માટે ભૂબન બાદાયકર કાચી મગફળીને કચ્ચા બાદામ કહીને વહેંચી રહ્યો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ભૂબન બાદાયકરને ત્રણ બાળકો છે. જેના પાલનપોષણ માટે તે પોતાના ગામથી રોજના ત્રણ ચાર કિલોમીટર દુર મગફળી વેચી 300 રૂપિયા જેટલું કમાઈ લે છે. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ તેની આવકમાં કોઈ ખાસ વધારો થયો નથી. કચ્ચા બદામ સોંગ બાદ ભૂબન બાદાયકર ઇન્ટરનેટમાં છવાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત