Team Chabuk-Gujarat Desk: કોરોનાના કેસ હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે. ત્યારે ઘણા લોકોએ ઉનાળુ વેકેશનમાં ફરવા માટે જવાનું અત્યારથી ઓયોજન કરી રહ્યા છે. જો તમે પણ અત્યારથી જ સમર વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરવાના હોવ, તો હવે ગુજરાત બહાર જવાની જરૂર નથી. કારણ કે ગુજરાતમાં જ તેમને એક સપ્તાહ આરામથી પસાર કરી શકો તેવું એક સ્થળ મળી રહેશે. આ સ્થળ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જી, હા.. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારમાં વિકસેલા વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં જ તમે એક સપ્તાહ પસાર કરી શકશો.. તો ચાલો.. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં આવેલા વિવિધ સ્થળોની તમને મુલાકાત કરાવીએ..
સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક- જંગલ સફારી પાર્ક
વિશ્વમાં સૌથી ઝડપથી પૂર્ણ કરવામાં આવેલી આ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી-જુદી સપાટીએ બનાવવામાં આવેલું સ્ટેટ ઑફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક છે. જેમાં પ્રવાસીઓ દેશ-વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિનાં પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકે છે. આ પ્રોજેક્ટમાં જુદા-જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે જીઓડેસિક ડોમ એવિયરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેક્ટ્સ ગાર્ડન
કેક્ટ્સ ગાર્ડન સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠા પર 25 એકરમાં ગાર્ડન પથરાયેલુ છે. જેમાં 450 પ્રકારની કેક્ટી પ્રજાતિ છે અને વિશ્વના જુદા-જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલા કેક્ટ્સ છોડવાઓ આવેલા છે.
એકતા નર્સરી
જુદા-જુદા પ્રદર્શન વેચાણ થકી એકતાના વિચારના થીમ પર 10 એકરમાં પથરાયેલું આ એકતા નર્સરી પ્રવાસીઓને એદ્દભુત અનુભવ કરાવે છે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીની 10 લાખ રોપાઓ પ્રતિવર્ષ ઉછેરવાની ક્ષમતા છે.
એકતા મોલ
દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને ડેન્ડીક્રાફ્ટ એમ્પોરિયા છે. એકતા મોલમાં દેશના જુદા-જુદા રાજ્યોની વખણાતી ચીજ-વસ્તુઓ એકજ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે.
યુનિટી ગ્લો ગાર્ડન
પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજતા અને આનંદ થાય તેવો વિશેષ થીમ સાથેનો યૂનિટી ગ્લો ગાર્ડન અહીં આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં એલ.ઈ.ડી લાઈટથી ઝગમગતા પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
અદ્યત્તન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. જેમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે અને અહીં બાળકો મીની ટ્રેન દ્વાર 600 મીટર પ્રવાસ કરી શકે છે.
ખલવાણી ઈકો-ટુરિઝમ (ધોધ)
પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃતિઓ કરવા માટે એક ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે. જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે.
નવો ગોરા બ્રિજ
ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો-લેવલનો કોઝ-વે ગરૂડેશ્વર વિયરના કારણે ડુમમાં આવતો હોવાથી નવો ગોરા બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પર વાહનોની સરળતાથી અવર-જવર 4 લેન કરવામાં આવ્યા છે. આ બ્રિજ કેવડિયાથી રાજપીપીળા રસ્તાને જોડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત