Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ વધતુ જાય છે. આજે ગુજરાતમાં બે લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી રોગમુક્ત પાક અને સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. આવા જ એક મહિસાગર જિલ્લાના હડમતીયા ગામના શૈલેષભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવી ઓછી જમીનમાં વધુ આવક મેળવી સ્વાસ્થ્ય વર્ધક ખેત ઉત્પાદનો સાથે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે.

15 ગુંઠામાં પાંચ પાક
પ્રાકૃતિક કૃષિકાર તરીકે સફળતા તરફ પ્રગતિ કરતા લુણાવાડાના હડમતીયા ગામના શૈલેષભાઈ પટેલ સુભાષ પાલેકર પધ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં તેમણે પોતાનું આગવુ પંચસ્તરીય મોડલ વિકસાવીને ૧૫ ગુંઠામાં પાંચ પ્રકારની ખેતી કરી છે. જેમાં સિઝનમાં પ્રથમ આદુની ખેતી કરી છે. આદુની સાથે ૩૦૦૦ મરચીના રોપાનું વાવેતર કર્યુ. તેમાંથી શૈલેષભાઈએ ૧૫૦ કિલો સુકા મરચાનું ઉત્પાદન મળ્યુ છે. જેનો ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરતા ૪૫૦૦૦ રૂપિયાની આવક થઇ છે. આ ઉપરાંત તેમાં જ સાથે ભીંડાનું વાવેતર કર્યુ હતુ. જેમાં આઠ હજાર રૂપિયા ભીંડાનું વેચાણ કર્યુ છે. સાથે સાથે તુવેરનું પણ વાવેતર છે અને તેમાં પણ સારી આવક પ્રાપ્ત થઇ છે.

આદુના પાકનું મૂલ્યવર્ધન
આદુની ખેતીમાં હવે પાક તૈયાર થઇ ગયો છે તેનું પણ મૂલ્યવર્ધન કરીને સુંઠ બનાવીને જેનો ભાવ પ્રતિ કિલોના પાંચસો રૂપિયા લેખે મળશે. સ્વાસ્થ્ય વર્ધક પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનને ખરીદ કરતા લોકોએ અગાઉથી સુંઠ ખરીદીની નોધણી કરાવી છે. તેની પણ મને સારી આવક મળશે તેવો વિશ્વાસ છે. આ ઉપરાંત તેઓએ અન્ય ખેતરમાં લાલ લસણની પ્રાકૃતિક ખેત પધ્ધતિથી ખેતી કરેલ છે. તેમની લસણની ખેતીમાં પણ સારી ઉપજની સંભાવના જણાઇ રહી છે ત્યારે તેઓ જણાવે છે કે, આ વિસ્તારમાં લસણનું સારૂ ઉત્પાદન મળતુ નથી પણ જીવામૃતના ઉપયોગ થકી આ સફળતા મળી છે.

રાજ્યપાલ બન્યા પ્રેરણાસ્ત્રોત
શૈલેષભાઇ અને તેમના કુદરતી ખેતી સાથે જોડાયેલા મિત્રોના પ્રેરણાસ્ત્રોત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે. જે પ્રાકૃતિક ખેતીના જાતે પ્રયોગો કરવાની સાથે પ્રખર હિમાયતી અને પ્રચારક છે, તેમના પ્રત્યે ખૂબ ઊંડો આદર ધરાવે છે. રાજ્યપાલશ્રીએ તેમને પ્રોત્સાહક માર્ગદર્શન પણ આપ્યું છે. શૈલેષભાઇએ સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે મહીસાગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેઓ કહે છે કે મારા ખેતરના કુદરતી પાકોમાં થી મારી ગાયોને આહાર મળે છે અને મારી ગાયોનું છાણ અને ગૌમૂત્ર મારી ખેતીને પુષ્ટિ આપે છે. તેઓ પ્રાકૃતિક ખેતી સાથે ગૌ પાલનની હિમાયત કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત