Homeગુર્જર નગરીશૈલેષભાઇનું પંચસ્તરીય મોડેલ જોઇ થઈ જશો દંગ, એક સાથે મેળવે છે પાંચ...

શૈલેષભાઇનું પંચસ્તરીય મોડેલ જોઇ થઈ જશો દંગ, એક સાથે મેળવે છે પાંચ પાક

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ વધતુ જાય છે. આજે ગુજરાતમાં બે લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી રોગમુક્ત પાક અને સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. આવા જ એક  મહિસાગર જિલ્લાના હડમતીયા ગામના શૈલેષભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવી ઓછી જમીનમાં વધુ આવક મેળવી સ્વાસ્થ્ય વર્ધક ખેત ઉત્પાદનો સાથે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે. 

Krushi

15 ગુંઠામાં પાંચ પાક

પ્રાકૃતિક કૃષિકાર તરીકે સફળતા તરફ પ્રગતિ કરતા લુણાવાડાના હડમતીયા ગામના શૈલેષભાઈ પટેલ સુભાષ પાલેકર પધ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં તેમણે પોતાનું આગવુ પંચસ્તરીય મોડલ વિકસાવીને ૧૫ ગુંઠામાં પાંચ પ્રકારની ખેતી કરી છે. જેમાં સિઝનમાં પ્રથમ આદુની ખેતી કરી છે. આદુની સાથે ૩૦૦૦ મરચીના રોપાનું વાવેતર કર્યુ. તેમાંથી શૈલેષભાઈએ ૧૫૦ કિલો સુકા મરચાનું ઉત્પાદન મળ્યુ છે. જેનો ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરતા ૪૫૦૦૦ રૂપિયાની  આવક થઇ છે. આ ઉપરાંત તેમાં જ સાથે ભીંડાનું વાવેતર કર્યુ હતુ. જેમાં આઠ હજાર રૂપિયા ભીંડાનું વેચાણ કર્યુ છે. સાથે સાથે તુવેરનું પણ વાવેતર છે અને તેમાં પણ સારી આવક પ્રાપ્ત થઇ છે. 

Krushi

આદુના પાકનું મૂલ્યવર્ધન

આદુની ખેતીમાં હવે પાક તૈયાર થઇ ગયો છે તેનું પણ મૂલ્યવર્ધન કરીને સુંઠ બનાવીને જેનો ભાવ પ્રતિ કિલોના પાંચસો રૂપિયા લેખે મળશે. સ્વાસ્થ્ય વર્ધક પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનને ખરીદ કરતા લોકોએ અગાઉથી સુંઠ ખરીદીની નોધણી કરાવી છે. તેની પણ મને સારી આવક મળશે તેવો વિશ્વાસ છે. આ ઉપરાંત તેઓએ અન્ય ખેતરમાં લાલ લસણની પ્રાકૃતિક ખેત પધ્ધતિથી ખેતી કરેલ છે. તેમની લસણની ખેતીમાં પણ સારી ઉપજની સંભાવના જણાઇ રહી છે ત્યારે તેઓ જણાવે છે કે, આ વિસ્તારમાં લસણનું  સારૂ ઉત્પાદન મળતુ નથી પણ જીવામૃતના ઉપયોગ થકી આ સફળતા મળી છે. 

Krushi

રાજ્યપાલ બન્યા પ્રેરણાસ્ત્રોત

શૈલેષભાઇ અને તેમના કુદરતી ખેતી સાથે જોડાયેલા મિત્રોના પ્રેરણાસ્ત્રોત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે. જે પ્રાકૃતિક ખેતીના જાતે પ્રયોગો કરવાની સાથે પ્રખર હિમાયતી અને પ્રચારક છે, તેમના પ્રત્યે ખૂબ ઊંડો આદર ધરાવે છે. રાજ્યપાલશ્રીએ તેમને પ્રોત્સાહક માર્ગદર્શન પણ આપ્યું છે. શૈલેષભાઇએ સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે મહીસાગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેઓ કહે છે કે મારા ખેતરના કુદરતી પાકોમાં થી મારી ગાયોને આહાર મળે છે અને મારી ગાયોનું છાણ અને ગૌમૂત્ર મારી ખેતીને પુષ્ટિ આપે છે. તેઓ પ્રાકૃતિક ખેતી સાથે ગૌ પાલનની હિમાયત કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments