Homeગુર્જર નગરીસુરતમાં પાનના ગલ્લાવાળા આવી રીતે કરતા હતા નશાનો વેપાર, બેની ધરપકડ

સુરતમાં પાનના ગલ્લાવાળા આવી રીતે કરતા હતા નશાનો વેપાર, બેની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: સુરતમાં નશીલા પદાર્થનું સેવન અને વેચાણના રેકેટને રોકવા સુરત પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે પોલીસે ગાંજો તથા ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટીક સાથે બે આરોપીને ઝડપી પાડયા હતા. પાંડેસરાનો ગલ્લાવાળા પર ગાંજા સહિતના નશાકારક ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટીક બિલ વગર રાખતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી.

સુરતના પાંડેસરા પોલીસના સર્વેલન્સની ટીમ પેટ્રોલીમાં હતી તે દરમિયાન બાતમીના આધારે શહેરના પાંડેસરા આશાપુરી સોસાયટી શિવ પાન સેન્ટરમાં પોલીસ પહોંચી હતી. ત્યાં લલન શિવનંદન યાદવ તથા ગોવર્ધન ગૌરાંગચરણ નાયકને ઝડપી પાડયા હતા. સાથે જ ગલ્લામાંથી તપાસ કરતા ગલ્લામાંથી કોબ્રા પેપર્સના નવ બોકસ અને રોલર બિયર પેપરનું એક બોકસ મળી આવ્યું હતુ. તેનું બિલ આ ગલ્લાવાળા પાસે નહીં મળતા પોલીસે 41(ડી) હેઠળ બંનેની અટકાયત કરી હતી.

આ ઉપરાંત તેમની પાસેથી 9 બોકસ કોબ્રા પેપર્સ મળી આવ્યા હતા. જે એક બોકસમાં 60 નંગ કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવતા તે પણ કબજે કરાયા હતા. શહેરમાં પાનના ગલ્લા ધરાવતાં દુકાનદારોને થોડાંક નફા માટે આવા પેપર્સ વેચી યુવાઓને નશા તરફ જતાં અટકાવવા અપીલ કરી છે. સાથે જ નશાને પ્રોત્સાહીત કરતાં તત્વો ઉપર કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ હવે સીટીલાઈટ, વેસુ વી.આઈ.પી. રોડ તથા કેનાલ રોડ ઉપર આવેલી દુકાનો અને ગલ્લા ઉપર પણ પોલીસે કાર્યવાહી કરે તેવી માગણી ઉઠી છે.

જેને લઈને હાલ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આવા પાનના ગલ્લાંવાળા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આગામી સમયમાં નશાનું વેચાણ કરતા આવા વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments