Homeગુર્જર નગરીકચ્છઃ મહાશિવરાત્રિએ મંદિરોમાં ભીડ હોવાથી દર્શનાર્થીઓના દાગીના ચોરવા દિલ્હીથી આવેલી ચાર મહિલા...

કચ્છઃ મહાશિવરાત્રિએ મંદિરોમાં ભીડ હોવાથી દર્શનાર્થીઓના દાગીના ચોરવા દિલ્હીથી આવેલી ચાર મહિલા ઝડપાઈ

Team Chabuk-Gujarat Desk: શિવરાત્રિના પ્રવિત્ર તહેવારમાં તમામ શિવાલયો ભક્તોથી ભરચક હતા અને સૌ કોઈ ભક્તિમા લીન હતા. ત્યારે ભુજમાં આવેલા એક મહાદેવ મંદિરમાં જ્યારે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હતા ત્યાં ચાર મહિલાઓ ચોરી કરવામાં વ્યસ્ત હતી. ભુજ કલેક્ટર કચેરી નજીક આવેલા દિદ્ધામેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિના દિવસે ચાર મહિલાના ગળામાંથી દાગીનાની ચોરી થઈ હતી. જો કે સીસીટીવી તપાસતાં શંકાસ્પદ દેખાતી મહિલાઓને ભુજ એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધી છે.

શિવરાત્રિના દિવસે ભુજના દેવાયલોમાં ભારે ભીડ ઉમટી હતી. ભક્તો મહાદેવના દર્શન કરી રહ્યા હતા ત્યારે દર્શન દરમિયાન ચાર મહિલાના ગળામાંથી દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે બે મહિલાઓએ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સ્થાનિક પોલીસ અને એલસીબી પણ દોડતી થઈ હતી. સીસીટીવી તપાસતાં ચાર મહિલાઓ શંકાસ્પદ દેખાઈ હતી. આ ચાર મહિલાઓને ભુજ એલસીબીએ ઝડપી પાડી હતી.

ઝડપાયેલી મહિલાની પુછપરછ કરતા શિવરાત્રી નિમિત્તે તેઓ ખાસ દિલ્હીથી ભુજ આવ્યા હોવાની કબુલાત કરી હતી. ઝડપાયેલી મહિલામાં શીવાગામી કુમારન નાયડુ,ચાંદની કન્ના નાયડુ, વનિતા જયચંદ્ર નાયડુ તથા રાધા ઉદયા નાયડુનો સમાવેશ થાય છે. ઝડપાયેલી તમામ મહિલાઓ જુની દિલ્હી મોંગલપુરી વિસ્તારમાં રહે છે. LCBની પુછપરછમાં 4 મહિલાઓએ ગુન્હાની કબુલાત કરતા વધુ તપાસ માટે ભુજ એ ડિવિઝન પોલિસ સ્ટેશનને સોંપી દેવાઈ છે. દિલ્હીની મહિલા ચોર ટોળકી તહેવારને ધ્યાને લઇ ખાસ ભુજ આવી હતી. અને ચાર મહિલાને શિકાર બનાવવામાં સફળ રહી હતી. પરંતુ અંતે તે LCB ના હાથે ઝડપાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કચ્છ કે ગુજરાતના અન્ય શહેરોમાં તેમના વિરુદ્ધ ગુન્હાની કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ અન્ય રાજ્યમાં મહિલાઓના કારનામાં અગે પોલિસ વિશેષ પુછપરછ કરી રહી છે. તેવુ LCB પી.એસ.આઈ એચ.એમ ગોહિલે જણાવ્યુ હતુ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments