Homeગામનાં ચોરેચીને રશિયાને બીજિંગ વિન્ટર ઓલિમ્પિક બાદ યુક્રેન પર હુમલો કરવાનું કહ્યું હતું...

ચીને રશિયાને બીજિંગ વિન્ટર ઓલિમ્પિક બાદ યુક્રેન પર હુમલો કરવાનું કહ્યું હતું અને રશિયાએ ચીનની વાતનું માન પણ રાખ્યું

Team Chabuk-International Desk: એક ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન પર હુમલો ટાળી દેવા માટે ચીને રશિયાને વિનંતી કરી હતી. ચીનના અધિકારીઓ દ્વારા રશિયાને વિન્ટર ઓલિમ્પિક બાદ યુક્રેન પર કાર્યવાહી કરવાનું કહ્યું હતું અને બાદમાં થયું પણ એવું જ.

અમેરિકાના સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધાર પર લખવામાં આવ્યું છે કે ચીનના એક સીનિયર અધિકારીને રશિયાના ભયાનક આયોજનની ભનક લાગી ગઈ હતી. તેને એ વાતનો અંદાજો આવી ગયો હતો કે રશિયા યુક્રેનને લઈ કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. આ અહેવાલને લઈ અમેરિકામાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેન્ગુએ કહ્યું હતું કે, આ અહેવાલ આધારહીન છે. આ માત્ર અનુમાન છે. તેનો ઈરાદો ચીનને બદનામ કરવાનો છે.

આ ઈન્ટેલિજન્સ રિપોર્ટ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ, સીઆઈએ અને વ્હાઈટ હાઉસ નેશનલ સિક્યોરિટીએ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. ખાસ વાત એ પણ છે કે પશ્ચિમી નેતાઓ કેટલાય અઠવાડિયાથી રશિયા યુક્રેન પર હુમલો કરવાનો હોવાની ચેતવણી આપતા હતા. અને પછી 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર ત્રણ તરફથી હુમલો કર્યાનો ખુલાસો પણ થયો હતો. એ પણ બીજિંગ વિન્ટર ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ.  

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પશ્ચિમી ઈન્ટેલિજન્સ સર્વિસે ચીન અને રશિયાના અધિકારીઓની વચ્ચે થયેલી આ સમજૂતી પર એક અહેવાલ તૈયાર કર્યો હતો. અધિકારીઓની સમીક્ષા બાદ તેને વિશ્વસનીય ઘોષિત કરવામાં આવ્યો. મહત્વની વાત એ છે કે વિન્ટર ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે પુતિન બીજિંગ પણ પહોંચ્યા હતા. આ સમયે તેણે ચીનના શી જિનપિંગ સાથે સમજૂતી કરાર પણ કર્યાં હતા. બંને દેશ આર્થિક અને ગેસની સપ્લાઈના ક્ષેત્રમાં સહયોગ વૃદ્ધિ માટે રાજી પણ થયા હતા.

યુક્રેન પર હુમલો કર્યાં બાદ રશિયા પર અસંખ્ય આર્થિક પ્રતિબંધ પણ લાદી દેવામાં આવ્યા છે. ચીને તેની કડક શબ્દોમાં આલોચના કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા અને તેના સાથી મિત્રોએ મોસ્કોની ઉશ્કેરણી કરી હતી. ચીન એશિયાઈ મહાદ્વીપમાં અમેરિકાના પાવરથી ચિંતિત છે. જેથી તે રશિયાની સાથે મળીને પશ્ચિમી દેશોને પડકાર આપવા ઈચ્છે છે. ખાસ વાત એ પણ છે કે યુક્રેનની સાથે પણ ચીનના સુમેળભર્યાં સંબંધ છે. જાન્યુઆરી 2022માં યુક્રેનના ત્રીસ વર્ષ પૂર્ણ થવા પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બંને દેશોની વચ્ચે વધી રહેલી રાજનીતિક વિશ્વનિયતાનો ઉલ્લેખ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments