Homeતાપણું‘1971ના યુદ્ધ સમયે રાહુલના પપ્પા રાજીવ ગાંધી રજા પર ઉતરી ગયા હતા’:...

‘1971ના યુદ્ધ સમયે રાહુલના પપ્પા રાજીવ ગાંધી રજા પર ઉતરી ગયા હતા’: અમિત માલવીય

Team Chabuk-Political Desk: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાને લઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારના રોજ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં હતા. જેના જવાબમાં ભાજપે ગાંધી પરિવારને નિશાન બનાવ્યું છે. ભાજપના નેતા અમિત માલવીયએ રાહુલ ગાંધીને એમ કહી ઘેર્યાં છે કે તેમના પિતા રાજીવ ગાંધી વર્ષ 1971ના યુદ્ધ સમયે એર ઈન્ડિયામાં પાયલટ હતા. એ સમયે તેઓ રજા પર ઉતરી ગયા હતા. આ રીતે જ વર્ષ 1977માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગઈ હતી તો ગાંધી પરિવાર ઈટાલીના દૂતાવાસમાં ચાલ્યું ગયું હતું.

યુક્રેનમાં ભારતીઓને પરત લાવવા અંગે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મોદી સરકારને પૂછ્યું હતું કે અત્યાર સુધીમાં યુક્રેનમાંથી કેટલા ભારતીયોને પરત લઈ આવવામાં આવ્યા છે? ત્યાં હજુ પણ કેટલા ભારતીયો ફસાયેલા છે? ક્ષેત્રવાર નિકાસની શું યોજના છે? તેમણે એ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતીયોને પરત લાવવાની કોઈ યોજના બનાવે જેથી મોડું ન થાય.

રાહુલ ગાંધીના સવાલના જવાબમાં ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કરી કહ્યું હતું કે, ભારતની માફક નિષ્કાસન કોઈ અન્ય દેશે નથી કર્યું. તોપણ રાહુલ ગાંધી, જેમના પિતા 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધના સમયે એર ઈન્ડિયાના પાયલટ હતા તેઓ રજા પર ઉતરી ગયા હતા અને 1977માં ઈન્દિરા ગાંધીના પરાજય બાદ પરિવાર ઈટાલી દૂતાવાસમાં ચાલ્યો ગયો હતો. ભારતીયોની સુરક્ષાને લઈ અમને સવાલ પૂછી રહ્યા છે.

રાજીવ ગાંધીને લઈ અમિત માલવીયે કરેલો આ દાવો નવો નથી. આ મુદ્દો સોશિયલ મીડિયામાં વારંવાર ઊઠી રહ્યો છે. યુક્રેનમાં છેલ્લા સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બોમ્બમારીના કારણે અસંખ્ય સૈનિકો માર્યા ગયા છે. ત્યાં માનવીય સંકટ ઊભું થઈ ગયું છે. જેને લઈ રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો હતો કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોમાંથી કેટલાને પરત લાવવામાં આવ્યા. યુક્રેનમાં વીસ હજાર ભારતીયો ફસાયા હતા. જેમાંથી 17 હજારને પરત લાવવામાં આવ્યા છે. 17 હજારમાંથી 12 હજાર વિદ્યાર્થી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments