Homeદે ઘુમા કેબોલ ઓફ ધ સેન્ચુરી: વોર્ને બોલને ફક્ત લેગ બ્રેક કરવાનો પ્રયાસ કર્યો...

બોલ ઓફ ધ સેન્ચુરી: વોર્ને બોલને ફક્ત લેગ બ્રેક કરવાનો પ્રયાસ કર્યો અને બોલ 90 ડિગ્રી ઘુમી ગઈ

Team Chabuk-Sports Desk: ક્રિકેટમાં સ્પિન બોલિંગ સૌથી મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કારણ કે એ કળા છે અને કળાનું પ્રદર્શન કરવાનું હોય. કળા દેખાડવાની હોય. જેવી રીતે આર્ટ ગેલરીમાં જઈ ચિત્રનું અવલોકન કરીએ છીએ. સ્પિનર્સ ખૂબ ઓછા ખેલાડી બને છે. એમાં પણ સારા સ્પિનર્સ અને એમાં પણ લિજેન્ડ સ્પિનર્સ ખૂબ જ રેર કેસમાં ક્રિકેટ વિશ્વને મળતા હોય છે. સ્પિન બોલરની ગુત્થી બેટર ઉકેલી નાખે છે તો પછી તેની પીટાઈ નિરંતર ચાલતી રહે છે. એટલે સ્પિનરમાં પ્રતિભાની સાથે બોલમાં વારંવાર પરિવર્તન લાવવાનો ગુણ પણ હોવો જોઈએ. મુરલી અને શેન વોર્ન લિજેન્ડ સ્પિનર્સ છે. ખેર આ બેમાંથી એક સ્પિનરે તો ગઈકાલે વિદાય લઈ લીધી, પણ આખી રાત એક જ વાત થતી હતી. બોલ ઓફ ધ સેન્ચુરી.

બરાબર 15 વર્ષ પહેલા શેન વોર્ને પોતાની અંતિમ મેચ રમી હતી. તોપણ લેગ સ્પિનના કિંગ દ્વારા ફેંકવામાં આવેલી બોલ ઓફ ધ સેન્ચુરીનો વીડિયો આજે પણ પ્રશંસકો યુટ્યૂબમાં જોઈ આવે છે. નોસ્ટાલ્જિયા ફિલ કરી આવે છે. 29 વર્ષ પહેલાની આ વાત છે. માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડની વિરૂદ્ધ એશિઝ સિરીઝની ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના બેટર માઈક ગેટિંગને ક્લીન બોલ્ડ કરી વોર્ને વિશ્વભરને અચંબામાં ગરકાવ કરી દીધું હતું. વોર્ન દ્વારા ફેંકવામાં આવેલી એ જાદુઈ બોલ હતી. જેણે સ્ટમ્પને હિટ કરતા પૂર્વે 90 ડિગ્રીનો વળાંક લીધો હતો.

બેટર માઈક ગેટિંગે તેના પર શોટ મારવાનો પ્રયાસ નહોતો કર્યો. બેટરની ઈચ્છા હતી કે બોલ બસ બેટમાં અડકી જાય પણ શતરંજની રમતમાં સૌથી ભૂંડી હાર એને કહેવાય કે એક પણ પ્યાદુ મરે નહીં અને રાજા ચેકમેટ થઈ જાય. માઈક ગેટિંગની સ્થિતિ પણ આવી જ થઈ હતી. એણે બેટથી બોલને સ્પર્શવાનો પ્રયાસ કરેલો પણ બોલ એવી રીતે મૂવ થઈ કે સીધી ચકલીઓ ઉડાવતી ગઈ. માઈક માટે આ સ્થિતપ્રજ્ઞતાની અવસ્થા હતી. એ પછી વોર્ન જ્યારે પણ મેદાનમાં ઉતરતો દર્શકો બસ તેના બોલને જોતા હતા. બેટર અને ખૂદ બોલર વોર્ન હાસ્યામાં ધકેલાઈ જતો હતો.

1992માં સિડનીના મેદાન પર ભારતની સામે આ ખેલાડીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યું હતું. પ્રથમ ટેસ્ટમાં વોર્નના ખાતામાં એક જ વિકેટ આવી હતી. 1993ની એશિઝ શ્રેણી પહેલા વોર્ને 11 ટેસ્ટમાં 32 વિકેટ લીધી હતી. જે એક એવરેજ લેગ સ્પિનર લે છે. 1992માં વેસ્ટ ઈન્ડિઝની સામે બોક્સિંગ ડે મેચમાં વોર્ને 52 રન આપી સાત વિકેટ લીધી હતી. તેની અસલી પ્રતિભા આંતરાષ્ટ્રી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાના એક વર્ષ પછી એટલે કે વર્ષ 1993માં સામે આવી હતી. વોર્ને પોતાની પ્રથમ એશિઝ શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચમાં કુલ 29 વિકેટ લીધી. આ એ જ શ્રેણી હતી જેમાં વોર્ને માઈક ગેટિંગને ધારદાર બોલ ઓફ ધ સેન્ચુરી ફેંક્યો હતો. વોર્ને પીચનો ફાયદો ઉઠાવ્યો હતો. એક એવી બોલ ફેંકી જે લેગ સ્ટમ્પની બહાર પીચ થઈ અને ઘુમીને સ્ટમ્પમાં જઈ અથડાય.

એક ઈન્ટર્વ્યૂમાં શેન વોર્ને કહ્યું હતું કે મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે હું આવી કોઈ બોલ ફેંકી શકીશ. હું તો ફક્ત લેગ બ્રેક બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ બોલ 90 ડિગ્રી ઘુમી ગઈ. એ અવિશ્વસનીય હતું. વોર્ને હંમેશાં બોલ ઓફ ધ સેન્ચુરીને પોતાના જીવનની ખાસ ક્ષણ ગણાવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments