Homeગુર્જર નગરીગીર સોમનાથઃ કોડિનારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી, પર્યાવરણ પ્રેમીઓ સાથે મીડિયાકર્મીઓ પણ...

ગીર સોમનાથઃ કોડિનારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી, પર્યાવરણ પ્રેમીઓ સાથે મીડિયાકર્મીઓ પણ જોડાયા, સ્મશાનના બગીચામાં કર્યું આ કામ

શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના કોડિનારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. કોડિનાર સ્મશાનના બગીચામાં વૃક્ષો પર માળા, પાણીનાં કૂંડા અને અનાજ રાખવાની સો જેટલી ટ્રે  લગાડવામાં આવી. આજે વિશ્વ ચકલી દિવસને લઈને ગીર સોમનાથના કોડીનાર ખાતે પ્રકૃતિ નેચર ક્લબ, મીડિયાકર્મીઓ અને વિવિધ સમાજના યુવાનોએ એકઠા થયા હતા. અને ચકલીના માળા, અનાજ માટેની ટ્રે તથા પાણીનાં કૂંડા સ્મશાન ઘાટ પાસે આવેલા બગીચાના વૃક્ષો પર લગાવ્યા હતા. 

ચકલીએ સામાજિક પક્ષી છે. માનવ વસાહત સાથે રહેનારું પક્ષી હોવાને કારણે કુદરતી સફાઈ કામદારનું કાર્ય કરે છે. હાલના સમયમાં વિશ્વમાં સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યા છે ત્યારે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જેને કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે.

ચકલી કુદરતનો સફાઈ કામદાર છે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા અનિવાર્ય બન્યું છે. આપણે જાણીએ છીએ તેમ 20 માર્ચે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષની જે આ વર્ષે પણ કોડિનારમાં પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કોડિનારનાં વિવિધ સમાજના પર્યાવરણપ્રેમી યુવાનો સાથે મીડિયા કર્મીઓ પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, કોડિનાર ખાતેના સ્મશાનના બગીચામાં અનેક વૃક્ષો આવેલા છે. જેના કારણે અનેક ચકલીઓનો અહીં વસવાટ છે. અહીં ચકલીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી અને યોગ્ય વાતાવરણ મળી રહે તેવા શુભ હેતુથી અહીંના ઝાડ પર અનેક માળાઓ, પાણીના કૂંડાઓ ગોઠવવામાં આવ્યા છે. સાથે નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે, ચકલીઓનું જતન કરે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments