Homeતાપણુંમણિપુરના મુખ્યમંત્રી તરીકે એન.બીરેનસિંહના નામ પર મહોર મારવામાં આવી

મણિપુરના મુખ્યમંત્રી તરીકે એન.બીરેનસિંહના નામ પર મહોર મારવામાં આવી

Team Chabuk-Political Desk: મણિપુરના આગામી મુખ્યમંત્રીના નામ પર પાર્ટી અને હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. મણિપુર ભાજપના ધારાસભ્યોની બેઠકમાં કાર્યવાહક મુખ્યમંત્રી એન.બીરેનસિંહની નેતા તરીકે સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. બીરેનસિંહ હવે સતત બીજી વખત રાજ્યમાં સત્તાની બાગડોર પોતાના હાથમાં લેશે. રવિવારના રોજ ભાજપના કેન્દ્રિય પર્યવેક્ષક નિર્મલા સીતારમણ અને કિરેન રિજિજુની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં બીરેનસિંહના નામ પર મહોર મારી દેવામાં આવી. જોકે શપથ ગ્રહણ કાર્યક્રમને લઈ કોઈ અધિકારીક પુષ્ટી કરવામાં નથી આવી.

બિરેન સિંહના નામની જાહેરાત કર્યાં બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ સૌની સર્વસંમત્તિથી લેવામાં આવેલો એક સારો નિર્ણય છે. આ સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હોય. કેન્દ્ર આજે પીએમ મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરના રાજ્યો પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ એન બીરેનસિંહને સર્વસંમત્તિથી મણિપુર રાજ્યના મુખ્યમંત્રીના રૂપે એક વખત ફરી પસંદગી પામ્યા હોય, ટ્વીટ કરી શુભેચ્છાઓ આપી હતી.

આ પહેલા પૂર્વોત્તર રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામ પર ચર્ચા માટે દિલ્હીમાં શનિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર એક મહત્વની બેઠક થઈ હતી. બેઠકમાં મણિપુર ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ટી.બિસ્વજીત રાણે, ગોવાના કાર્યવાહક સીએમ પ્રમોદ સાવંત, ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા. જ્યારે બીરેનસિંહ પણ આ મુલાકાતમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments