શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના કોડિનારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. કોડિનાર સ્મશાનના બગીચામાં વૃક્ષો પર માળા, પાણીનાં કૂંડા અને અનાજ રાખવાની સો જેટલી ટ્રે લગાડવામાં આવી. આજે વિશ્વ ચકલી દિવસને લઈને ગીર સોમનાથના કોડીનાર ખાતે પ્રકૃતિ નેચર ક્લબ, મીડિયાકર્મીઓ અને વિવિધ સમાજના યુવાનોએ એકઠા થયા હતા. અને ચકલીના માળા, અનાજ માટેની ટ્રે તથા પાણીનાં કૂંડા સ્મશાન ઘાટ પાસે આવેલા બગીચાના વૃક્ષો પર લગાવ્યા હતા.
ચકલીએ સામાજિક પક્ષી છે. માનવ વસાહત સાથે રહેનારું પક્ષી હોવાને કારણે કુદરતી સફાઈ કામદારનું કાર્ય કરે છે. હાલના સમયમાં વિશ્વમાં સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યા છે ત્યારે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જેને કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે.
ચકલી કુદરતનો સફાઈ કામદાર છે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા અનિવાર્ય બન્યું છે. આપણે જાણીએ છીએ તેમ 20 માર્ચે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષની જે આ વર્ષે પણ કોડિનારમાં પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કોડિનારનાં વિવિધ સમાજના પર્યાવરણપ્રેમી યુવાનો સાથે મીડિયા કર્મીઓ પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, કોડિનાર ખાતેના સ્મશાનના બગીચામાં અનેક વૃક્ષો આવેલા છે. જેના કારણે અનેક ચકલીઓનો અહીં વસવાટ છે. અહીં ચકલીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી અને યોગ્ય વાતાવરણ મળી રહે તેવા શુભ હેતુથી અહીંના ઝાડ પર અનેક માળાઓ, પાણીના કૂંડાઓ ગોઠવવામાં આવ્યા છે. સાથે નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે, ચકલીઓનું જતન કરે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત