Homeગામનાં ચોરેહોળીના અવસર પર ડીજે વગાડનારા યુવકને પોલીસ ઉઠાવી ગઈ અને તેની મોત...

હોળીના અવસર પર ડીજે વગાડનારા યુવકને પોલીસ ઉઠાવી ગઈ અને તેની મોત થઈ ગઈ, ગુસ્સામાં ટોળાએ પોલીસ સ્ટેશન સળગાવી દીધું, એસપીએ કહ્યું : ‘યુવકની મોત મધમાખી કરડવાથી થઈ છે.’

Team Chabuk-National Desk: બિહારના બેતિયામાં યુવકને ડીજે વગાડવાની કિંમત પોતાનો જીવ દઈ ચૂકવવી પડી છે. યુવક જ્યારે હોળીમાં ડીજે વગાડી રહ્યો હતો ત્યારે પોલીસ તેને ઉઠાવીને લઈ ગઈ હતી. બાદમાં તેની રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગઈ. આ વાત જેવી ફેલાઈ લોકો હંગામો કરવા લાગ્યા હતા. ગુસ્સામાં ભીડે પોલીસ સ્ટેશનમાં આગ લગાડી દીધી. હાલ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. લોકોનું કહેવું છે કે પોલીસની પીટાઈના કારણે યુવકની મોત થઈ છે જ્યારે પોલીસે આ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે.

બિહારના બેતિયા જિલ્લાના બલથર પોલીસ ક્ષેત્ર અંતર્ગત આર્યનગર ગામ આવે છે. અહીં અમૃત યાદવ હોળીના દિવસે ડીજે વગાડી ઉજાણી કરી રહ્યો હતો. એટલામાં ત્યાં પોલીસ આવી પહોંચી હતી અને યુવકને ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ વડાએ ડીજે વગાડવાની મનાઈ ફરમાવી હતી. અમૃતને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ થોડા સમય પછી એવી જાણકારી પ્રાપ્ત થઈ કે તેની મોત થઈ ચૂકી છે.

વિસ્તારમાં ખબર ફેલાતા વાર ન લાગી કે યુવકની મોત પોલીસની પીટાઈના કારણે થઈ છે. હજ્જારોની સંખ્યામાં ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ધીમે ધીમે ભીડ હિંસાત્મક વલણ અખત્યાર કરતી ગઈ. ભીડે પોલીસ સ્ટેશન પર પહેલા પથ્થરવર્ષાં કરી. સાથે જ રસ્તો બ્લોક કરી દીધો. ભીડનું ઉગ્ર વલણ જોતા પોલીસ જીવ બચાવીને ભાગી ગઈ હતી. આસપાસના અડધા ડઝનથી વધારે પોલીસકર્મીઓને પણ બોલાવવા પડ્યા હતા. પરંતુ ઉગ્રભીડની આગળ તેની એક પણ ન ચાલી. એ પછી ઉચ્ચ અધિકારીઓ સુધી આ વાત પહોંચી હતી અને તેમણે ભીડને શાંત કરી હતી.

એસપી ઉપેન્દ્રનાથ વર્માએ આ ઘટના સંદર્ભે કહ્યું કે : ‘એક કોન્સ્ટેબલ આ ઘટનામાં શહીદ થઈ ગયો છે. ત્રણ સરકારી ગાડીઓ, એક ફાયર બ્રિગેડની ગાડી અને બે ખાનગી વાહનને આગ ચાંપવામાં આવી છે. જેમાંથી એક સર્કલ ઈન્સ્પેક્ટરની પણ ગાડી છે. ઘટના કંઈક એવી છે કે બલથર પોલીસની અન્ડર આવતા આર્યનગર ગામમાં એક યુવાન હોળીના અવસર પર ડીજે વગાડી રહ્યો હતો. તેને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન એવું છે કે પોલીસ સ્ટેશનના પરિસરમાં મધમાખીનો પૂડો છે. મધમાખીએ એ વ્યક્તિને કરડી લીધો હતો. પોલીસ સ્ટેશનના અધિકારી અને ટીમે તુરંત રેમેડીઝ લીધું અને તેને સિક્ટા પીએચસીમાં ઈલાજ માટે મોકલી દીધો. પરંતુ સીક્ટા પીએચસીમાંથી તેને વધુ સારવાર અર્થે રેફર કરવામાં આવ્યો હતો, જ્યાં રસ્તામાં જ તેની મોત થઈ ગઈ હતી.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments