Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન હારતા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોંઈન્ટ ટેબલમાં ભારતને થયો ફાયદો

ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન હારતા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોંઈન્ટ ટેબલમાં ભારતને થયો ફાયદો

Team Chabuk-Sports Desk: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાનને 115 રને રગદોળ્યું હતું. 24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે પહોંચેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ મેચની બેનોડ-કાદિર ટેસ્ટ શ્રેણી 1-0થી પોતાના નામે કરી છે. ગદ્દાફી સ્ટેડિયમમાં મેચના અંતિમ દિવસે પણ બંને ટીમો વચ્ચે રસાકસીની મેચ જોવા મળી હતી. જોકે અંતે મહેમાને યજમાનને ઘર આંગણે પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આપેલા 351 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમ 235 રન જ બનાવી શકી હતી અને તેમને શ્રેણીમાં પરાજય વહોરવાનો વારો આવ્યો હતો.

બંને ટીમની વચ્ચે ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોંઈન્ટ ટેબલમાં પણ પરિવર્તન આવ્યું છે. હારના કારણે પાકિસ્તાનને નુકસાન તો ભારતને ફાયદો થયો છે. શ્રેણી જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમ શીર્ષ સ્થાન પર છે અને તેની ચેમ્પિયનશિપમાં પકડ મજબૂત છે. જ્યારે પાકિસ્તાનની ટીમ બીજા સ્થાન પરથી સીધી ચોથા સ્થાન પર આવી ગઈ છે. પેટ કમિન્સની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયનશિપમાં બે શ્રેણી રમી છે. જેમાં તેણે પાંચ મેચમાં જીત અને ત્રણ મેચ ડ્રો કર્યાં છે. તેની જીતની ટકાવારી વધીને 75 ટકા થઈ ગઈ છે. એ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ જીત અને બે હાર સાથે 60 ટકા જીતના રેશિયા સાથે બીજા સ્થાન પર છે.

પોંઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન ભારતીય ટીમનું છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ચાર સિરીઝમાં છ જીત, ત્રણ હાર અને બે ડ્રો કર્યાં છે. તેની જીતની ટકાવારી 58.33 છે. શ્રીલંકા 50 સાથે પાંચમાં સ્થાન પર, ન્યૂઝીલેન્ડ 38.88 સાથે છઠ્ઠા સ્થાન પર, બાંગ્લાદેશ 25 સાથે સાતમાં સ્થાન પર, વેસ્ટઈન્ડિઝ 25 સાથે આઠ અને ઈંગ્લેન્ડ 13.63 સાથે નવમાં સ્થાન પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments