Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો ગ્રેનાડમાં રમાય રહ્યો છે. 24 માર્ચના રોજ મેચના પ્રથમ દિવસે વેસ્ટઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો. વેસ્ટઈન્ડિઝના બોલર્સે ઈંગ્લેન્ડની ટીમને 204 રનમાં ઓલઆઊટ કરી દીધી. પ્રથમ ઈનિંગમાં ઈંગ્લીશ ટીમ માટે સાકિબ મહેમૂદે સર્વાધિક 49 અને જેક લીચે 41 રન બનાવ્યા.
ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં એક સમયે 114 રન પર નવ વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ હવે થોડીવારમાં તંબુભેગી થઈ જશે. અહીંથી જેક લીચ અને સાકિબ મહમૂદે ઈનિંગને સંભાળી. બંનેએ દસમી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું. દિવસની અંતિમ ઓવરમાં મહેમૂદ આઊટ થયો હતો. તે એક રનથી હાફ સેન્ચુરી ચૂકી ગયો. જર્મેન બ્લેકવુડની બોલ તેના બેટ સાથે ટકરાય વિકેટમાં અથડાઈ હતી. જ્યારે જેક લીચ 41 રન પર નોટઆઊટ રહ્યો હતો.
સાકિબ મહેમૂદ પ્રથમ ઈનિંગમાં ટીમનો ટોપ સ્કોરર રહ્યો. પ્રથમ નંબરે ઉતરેલા એલેક્સ લીસે 31 રન બનાવ્યા હતા. તો અગિયારમાં ક્રમે મેદાનમાં ઉતરેલા સાકિબે 49 રન ફટકાર્યા. ટેસ્ટ ઈતિહાસમાં 137 વર્ષ બાદ એવું થયું છે કે જ્યારે દસમાં અને અગિયારમાં નંબરના બેટર્સે અન્ય નવ બેટર્સ કરતા વધારે રન બનાવ્યા હોય. 1885માં ઈંગ્લેન્ડના ટોમ ગેરેટ અને એડવિન ઈવાન્સે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 10માં અને 11માં નંબર પર બેટીંગ કરતા ઈનિંગમાં અન્ય બેટર્સ કરતા વધારે રન બનાવ્યા હતા.
વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટીમના બેટર્સના પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો છ બેટર્સ ડબલનો આંકડો પણ સ્પર્શી નહોતા શક્યા. સુકાની જો રુટ અને જ્હોની બેયરસ્ટો શૂન્ય પર પવેલિયન પરત ફર્યાં હતા. સાકિબ મહેમૂદ અને જેક લીચ બાદ એલેક્સ લીસે 31, ક્રિસ વોક્સ 25, ક્રેગ ઓવર્ટન 14, ડેનિયલ લોરેન્સ 8, બેન ફોક્સ સાત, જેક ક્રોલી સાત અને બેન સ્ટોક્સે બે રન બનાવ્યા હતા. વેસ્ટઈન્ડિઝ માટે જેડેન સીલ્સે સર્વાધિક ત્રણ વિકેટ લીધી હતી. કેમાર રોચ, કાયેલ મેયર્સ અને અલ્જારી જોસેફે બે-બે વિકેટ લીધી. જર્મેન બ્લેકવૂડને દિવસના અંતે એક સફળતા પ્રાપ્ત થઈ.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા