Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં રાજકોટ તરફથી પ્રવેશ કરતાની સાથે જ પ્રથમ દોલતપરા અને ઈગલનો વિસ્તાર આવે છે. ઈગલ પાસે ગણપતિદાદાનું મંદિર હોય વર્ષોથી ભાવિકો અને પ્રવાસીઓ અહીં આવે છે. શનિવાર અને રવિવારની રજાના દિવસે અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. ત્યારે આ લોકોને બે કરોડના બગીચાની સુવિધા મળવાની છે. શહેરના દોલતપરા-ઈગલ ગણપતિ પાસે રૂપિયા બે કરોડના ખર્ચે બગીચો બનાવવામાં આવશે.
2 કરોડના બગીચાના નિર્માણ અંગે અમૃત સ્કિમના નોડલ ઓફિસર અલ્પેશ ચાવડાએ કહ્યું હતું કે, કમિશ્નર રાજેશ તન્નાની સૂચનાથી આ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ કન્ટ્રકશન વર્ક ચાલી રહ્યું છે જે ચોમાસા સુધીમાં પૂર્ણ થશે, બાદમાં પ્લાન્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ બગીચો 5 અલગ અલગ વિભાગમાં બનશે. બગીચાનો સિનીયર સિટીઝનો, બાળકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તેમજ ઇગલ ગપણતિના દર્શને આવતા ભાવિકો લાભ લઇ શકશે. અહીં સારી બેઠક, વોકિંગ તેમજ વોશરૂમની સુવિધા હશે.
બગીચાથી થનારા ફાયદા અંગે વાત કરીએ તો ઈગલ વિસ્તારમાં ગણપતિદાદાનું મંદિર હોવાથી વર્તમાન સમયે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ રહે છે. બગીચામાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગની સુવિધા હશે જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી જશે. બીજું કે રસ્તા પરની લારીઓ પણ બગીચાની અંદર પાર્ક થઈ જશે જેથી રોડ પરની ટ્રાફિકની અગવડતા ભૂતકાળ બની જશે. આ સિવાય અંદર પાંચ કોમર્શિયલ પાર્લર પણ હશે જ્યાં ખાવાપીવાની વસ્તુઓ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
