Homeદે ઘુમા કેબેંગ્લોરની કોલકાતા સામે જીત: કોલકાતાની ઈનિંગનું બેંગ્લોરની ટીમ પુનરાવર્તન કરતાં કરતાં રહી...

બેંગ્લોરની કોલકાતા સામે જીત: કોલકાતાની ઈનિંગનું બેંગ્લોરની ટીમ પુનરાવર્તન કરતાં કરતાં રહી ગઈ

Team Chabuk-IPL-Desk: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિનેશ કાર્તિક, શેરફેન રદરફોર્ડ અને શાહબાજ અહેમદની ઈનિંગની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સ પર જીત પ્રાપ્ત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા કોલકાતાની ટીમ 18.5 ઓવરમાં 128 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. જવાબમાં બેંગ્લોરે 19.2 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. 129 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોર ટીમની 17 રનના સામાન્ય સ્કોર પર ત્રણ વિકેટનું પતન થઈ ગયું હતું. અહીંથી ડેવિડ વિલી અને શેરફેન રદરફોર્ડે 45 રન અને રદરફોર્ડ-શાહબાજ અહેમદે 39 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી બેંગ્લોરને જીત અપાવી હતી. અંતિમ ઓવરમાં આરસીબીને જીત માટે સાત રનની આવશ્યકતા હતી. દિનેશ કાર્તિકે એક સિક્સ અને એક ફોર ફટકારી બેંગ્લોરને વિજય અપાવ્યો હતો.

DHOSA

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 18.5 ઓવરમાં 128 રનના ટોટલ પર પવેલિયન પરત હતી. આઈપીએલ 2022માં પ્રથમ વખત કોઈ ટીમ 20 ઓવર રમી નથી. આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. આ પૂર્વે ચૈન્નઈ સુપરકિંગ્સે કોલકાતા સામે જ પ્રથમ મેચમાં 131 રનનો સ્કોર બનાવ્યો હતો. મેચમાં કેકેઆરનો ટોપ ઓર્ડર બિલકુલ નિષ્ફળ નીવડ્યો હતો. અજિંક્ય રહાણે 9 રન, વેંકટેશ ઐય્યર 10 રન, સુકાની શ્રેયસ અય્યર 13 રન, નીતિશ રાણા 10 રન સુનીલ નરેન 12 રન અને શેલ્ડન જેક્સન શૂન્ય પર આઉટ થયો હતો.

કોલકાતાને સતત ચાર ઓવરમાં ચાર ઝટકા લાગ્યા હતા. અહીંથી જ કોલકાતાના હાથમાંથી મેચ સરકી રહ્યો હોવાનું લાગતું હતું. ચોથી ઓવરમાં વેંકટેશ, પાંચમી ઓવરમાં રહાણે, છઠ્ઠી ઓવરમાં નીતિશ અને સાતમી ઓવરમાં શ્રેયસ આઉટ થયા હતા. સેમ બિલિંગ્સ અને આન્દ્રે રસેલ પણ કંઈ ખાસ ઉકાળી નહોતા શક્યા. બિલિંગ્સે 15 બોલમાં 14 રન અને રસેલ 18 બોલ પર 25 રન બનાવી આઉટ થયા હતા. સાઉદીએ એક રન બનાવ્યો હતો. આકાશ દીપે ઉમેશ યાદવને ક્લીન બોલ્ડ કર્યો હતો અને કોલકાતાની ઈનિંગની સમાપ્તિ કરી હતી. બેંગ્લોર તરફથી વાનિંદુ હસરંગાએ ચાર વિકેટ ઝડપી હતી. તે હેટ્રીકની તક ચૂકી ગયો હતો. સતત બે બોલ પર સુનીલ નરેન અને શેલ્ડન જેક્સનને પવેલિયન મોકલ્યો હતો. આ સિવાય આકાશ દીપે ત્રણ વિકેટ ઝડપી હતી. હર્ષ પટેલને બે અને મોહમ્મદ સિરાઝને એક વિકેટ મળી હતી.

DHOSA

128 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી બેંગ્લોરની ટીમની શરુઆત ખરાબ રહી હતી. પ્રથમ ત્રણ ઓવરમાં આરસીબીએ ત્રણ વિકેટ ગુમાવી કોલકાતાના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું હતું. કેકેઆરના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પ્રથમ ઓવરની ત્રીજી બોલમાં જ અનુજ રાવતને શેલ્ડન જેક્સનના હાથે કેચ આઉટ કરાવી શૂન્ય પર પવેલિયન મોકલ્યો હતો. બીજી ઓવરમાં ટીમ સાઉદીએ સુકાની ફાફ ડુપ્લેસિસને રહાણેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિરાટ કોહલીએ મેદાન પર આવતા જ સતત બે ચોગ્ગા ફટકાર્યાં હતા. જોકે તે લાંબો સમય ટકી નહોતો શક્યો.

બેંગ્લોરની ઈનિંગની ત્રીજી ઓવરમાં ઉમેશે વિરાટને જેક્સનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડેવિડ વિલીએ શેરફેન રદરફોર્ડની સાથે મળી 53 બોલમાં 45 રનની ભાગીદારી નોંધાવી હતી. વિલી 28 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. 18મી ઓવરમાં મેચમાં ટ્વીસ્ટ આવ્યો. આ ઓવરમાં ટીમ સાઉદીએ બે વિકેટ ઝડપી. પ્રથમ મેદાન પર સેટ બેટર શેરફેન રદરફોર્ડને જેક્સનના હાથે કેચ આઉટ કરાવ્યો. રદરફોર્ડ 40 બોલમાં 28 રન બનાવી આઉટ થયો. વાનિંદુ હસરંગાને રસેલના હાથે કેચ આઉટ કરાવ્યો. હસરંગા ચાર રન બનાવી આઉટ થયો. અંતિમ ઓવરમાં બેંગ્લોરને સાત રનની આવશ્યકતા હતી. કાર્તિકે બાઉન્ડ્રી લગાવી ટીમને જીત અપાવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments