Team Chabuk-Entertainment Desk: અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મ ઉપરાંત લવ અફેર્સને કારણે અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. સલમાનનું નામ સંગીતા બિજલાણી, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ સાથે જોડાઈ ચૂક્યું છે. સૌથી વધુ સલમાન અને ઐશ્વર્યાના સંબંધો ચર્ચામાં રહ્યા હતા. એવો પણ દાવો છે કે, સલમાને ઐશ્વર્યાને માર પણ માર્યો હતો. હવે સલમાનની પૂર્વ પ્રેમિકા સોમી અલી સાથે સલમાનનો વિવાદ સામે આવ્યો છે. સોમી અલીએ સલમાનને ધમકી આપી છે.
સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સલમાન-ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના ઓપનિંગ સીનનો સ્ક્રીનશોટ છે. પોસ્ટમા સોમીએ લખ્યું છે કે, “બોલિવૂડના હાર્વે વિન્સ્ટીન એક દિવસ તારો પણ ભાંડો ફૂટશે તે જે મહિલાઓને એબ્યૂઝ કરી છે, તે એક દિવસ સામે આવશે અને તારી સચ્ચાઈ કહેશે, જેવી રીતે ઐશ્વર્યા રાયે કહી હતી.”
ઉલ્લેખનીય છે કે, હાર્વે વિન્સ્ટીન હોલિવૂડનો પ્રોડ્યુસર તથા ફિલ્મમેકર છે. હાર્વે પર એક, બે નહીં પણ અનેક મહિલાઓ અને અભિનેત્રી પર દુષ્કર્મ, યૌન શોષણ તથા મારપીટનો આરોપ લાગી ચુક્યો છે. હોલિવૂડ અભિનેત્રી એન્જલિના જોલી, લીઝા, કેટ બ્લેન્કેટ, એવા ગ્રીન હાર્વે પર આરોપ લગાવી ચુકી છે. હાર્વે પર કેસ ચાલ્યો હતો અને તેને 23 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે, ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, ‘જ્યારે હું ટીનેજર હતી, ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્રને માત્ર ફિલ્મમાં કામ કર્યું.’ 1991-1997ની વચ્ચે તેણે ‘અંત’, ‘કિશન અવતાર’, ‘તીસરા કૌન’, ‘આંદોલન’, ‘અગ્નિચક્ર’ જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે.

સલમાન તથા ઐશ્વર્યા વચ્ચે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર સંબંધો બંધાયા હતા. જોકે, આ સંબંધો બહુ લાંબા ટક્યા નહોતા. સલમાને નશામાં ધૂત થઈને ઐશ્વર્યા રાયને માર માર્યો હતો. આટલું જ નહીં એકવાર સલમાન દારૂના નશામાં ઐશ્વર્યા રાયના ઘરે પહોંચી ગયો હતો. હાથથી દરવાજો ખખડાવવા લાગ્યો હતો. સલમાનના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સલમાન પ્રેમિકા એશ અંગે ઘણો જ પઝેસિવ હતો. સલમાનના આ પ્રકારના વર્તનથી ત્રાસીને ઐશ્વર્યાએ આ સંબંધો તોડી નાખ્યા હતા. આટલું જ નહીં, ઐશ્વર્યાના પરિવારે સલમાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હત
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત