Homeદે ઘુમા કેરાજસ્થાનના બટલરે સેન્ચુરી ફટકારી મુંબઈના પરાજયની કબર ખોદી નાખી

રાજસ્થાનના બટલરે સેન્ચુરી ફટકારી મુંબઈના પરાજયની કબર ખોદી નાખી

Team Chabuk-IPL desk: આઈપીએલના આરંભિક મેચમાં ખરાબ પ્રદર્શનની પરંપરા મુંબઈ ઈન્ડિયન્સે જાળવી રાખી છે. શનિવારે રાજસ્થાન રોયલ્સની સામે ટીમ સતત બીજો મેચ હારી ગઈ. છેલ્લી કેટલીય આઈપીએલમાં એવું બન્યું છે કે મુંબઈ શરુઆતના મેચમાં હારી જાય છે અને પછી પુનરાગમન કરે છે. રાજસ્થાન માટે જોશ બટલર હીરો રહ્યો હતો જેણે સેન્ચુરી ફટકારી હતી. તો યુઝવેન્દ્ર ચહલની બોલિંગ સામે મુંબઈનું બેટીંગ આક્રમણ ધ્વંસ થઈ ગયું હતું. મેચમાં મુંબઈ માટે કયા ઉતાર ચઢાવ આવ્યા તે જોઈએ.

બટલર ત્રાટક્યો

રાજસ્થાનના ખૂંખાર બેટ્સમેન જોશ બટલરે બેસિલ થમ્પની ઓવરમાં 26 રન ફટકાર્યા. જે ઈનિંગની ચોથી અને બેસિલની પ્રથમ ઓવર હતી. બેસિલનું મનોબળ ભાંગવાનું જ હતું, કારણ કે બટલરે તેની ઓવરની બીજી બોલ પર ચોગ્ગો, ત્રીજી બોલ પર છગ્ગો, ચોથી બોલ પર ફરી છગ્ગો, પાંચમી બોલ પર ચોગ્ગો અને છઠ્ઠી બોલ પર ફરી એક છગ્ગો ફટકાર્યો હતો. બટલરને સેન્ચુરી ફટકારવા માટે અહીંથી લય પ્રાપ્ત થઈ ગઈ અને તે મુંબઈના બોલર્સ પર તૂટી પડ્યો.

હેટમાયરના ફટકા

બીજી તરફ શિમરોન હેટમાયરે 17મી ઓવરમાં ધમાકેદાર બેટીંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે કીરોન પોલાર્ડને ધોળા દિવસે તારા બતાવી દીધા. હેટમાયરે પ્રથમ બોલ પર સિક્સ, બીજી બોલ પર સિક્સ, ત્રીજી બોલ પર ચોગ્ગો, ચોથી બોલ પર ચોગ્ગો અને પાંચમી બોલ પર ચોગ્ગો ફટકાર્યો. પોલાર્ડે પણ બોલિંગમાં થમ્પના ભાઈ તરીકેની ભૂમિકા ભજવતા 26 રન લૂંટાવી દીધા.

DHOSA

ચહલ ફરી હીરો બન્યો

યુઝવેન્દ્ર ચહલે 16મી ઓવરમાં વિકેટ લઈ મેચને રાજસ્થાનના ખાતમાં કરી નાખ્યું હતું. મુંબઈની ટીમ 136 રન બનાવી ચૂકી હતી. જીત માટે પાંચ ઓવરમાં 58 રનની આવશ્યકતા હતી. ડેથઓવરમાં અને એ પણ જ્યારે મુંબઈ જેવી ટીમ હોય તો રન બનવા જોઈએ. ચહલે પ્રથમ બોલ પર ટિમ ડેવિડ અને બીજી બોલ પર ડેનિયલ સેમ્સને આઉટ કરી મુંબઈને હતાશ કરી દીધું.

સૂર્યકુમાર કબ આઓગે?

મુંબઈ ઈન્ડિયન્સની તરફથી સતત બીજી મેચમાં ત્રીજા નંબરનો બેટર રન નહોતો બનાવી શક્યો. અનમોલપ્રીત સિંહ ચાર બોલ પર પાંચ રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ મેચમાં તેણે આઠ રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરના ક્રમે રમે છે. તેની અનુપસ્થિતિમાં મુંબઈની ટીમની બેટીંગ લાઈન અપ તહેસ નહેસ થઈ ગઈ છે. ધૈર્ય અને ઝડપથી રન બનાવવાનું કોમ્બિનેશન ધરાવતા સૂર્ય કુમાર યાદવની ગેરહાજરીની મુંબઈની ટીમના પ્રદર્શન પર અસર પડી રહી છે.

પોલાર્ડનું ટચું ટચું

પોલાર્ડે અંતિમ ઓવરમાં બેટીંગ કરી. તેની માથે મુંબઈને વિજય અપાવવાની જવાબદારી હતી. જોકે તેણે ટેસ્ટ શૈલીમાં બેટીંગ કરી મુંબઈની ટીમની કબર ખોદી નાખી હતી. જો પોલાર્ડ તાબડતોડ બેટીંગ કરેત તો મુંબઈની ટીમ જીતની નજીક પહોંચી શકેત. જીતેત નહીં તોપણ રનરેટમાં સુધારો થાત. ટૂર્નામેન્ટના અંતિમ સમયમાં રન રેટ ઘણું મહત્વ ધરાવે છે. ગત આઈપીએલમાં મુંબઈ રન રેટના કારણે પ્લે ઓફ સુધી નહોતી પહોંચી શકી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments