Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અને હાલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હર્ષલ પટેલની બહેનનું નિધન થયું છે. જેના કારણે હર્ષલ પટેલ આઈપીએલમાંથી બાયો બબલ છોડીને પોતાના ઘરે પહોંચ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી મળેલી માહિતી પ્રમાણે ગઈકાલે આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન હર્ષલ પટેલના પરિવાર પર આવી પહેલી મુશ્કેલીની જાણકારી મળી. ગઈકાલે શનિવારે જ હર્ષલ પટેલની બહેનનું નિધન થયું હતું. તેની તબિયત સારી ન હોવાનું જાણવા મળ્યું છે. પોતાની બહેનનું નિધન થયું હોવાની જાણકારી મળતાં જ હર્ષલ પટેલ આઈપીએલનો બાયો બબલ નિયમ તોડીને ઘરે જવા નીકળી ગયો હતો અને તે હાલ પોતાના ઘરે પહોંચી ગયો છે.

મહત્વનું છે કે હર્ષલ પટેલ છેલ્લી કેટલીક આઈપીએલની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બોલર રહ્યો છે. ગઈકાલે શનિવારે રાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં બેંગ્લોરની ટીમની જીત થઈ. આ જીતમાં હર્ષલ પટેલનો ફાળો પણ મહત્વનો રહ્યો. હર્ષલ પટેલે બે વિકેટ ઝડપી હતી. આઈપીએલના સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે દુર્ભાગ્યપૂર્ણ રીતે હર્ષલ પટેલને બહેનના નિધન બાદ બાયો બબલ છોડવું પડ્યું છે. મેચ પૂરી થયા બાદ હર્ષલ પટેલને પૂણેથી મુંબઈ બસમાં લઈ જવામાં આવ્યો ન હતો. અને તે સીધો ઘરે જવા નીકળ્યો હતો.
જો કે 12 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં હર્ષલ પટેલ ટીમ સાથે પરત જોડાઈ જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે બાયો બબલના નિયમ પ્રમાણે હર્ષલ પટેલને પરત ફર્યા બાદ કેટલો સમય ટીમથી દૂર રહેવું પડી શકે છે અથવા તો કોરોના ટેસ્ટ કરાવવો પડશે કે કેમ તે અંગે પણ ટીમ ચિંતિત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત