Team Chabuk-Gujarat Desk: આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીનો તેરમો પાટોત્સવ આગામી તારીખ 18 એપ્રિલના રોજ ધામધૂમથી યોજાવા જઈ રહ્યો છે. ત્યારે માતાજીના ભક્તોને દર્શનનો લાભ લેવા ભુવાજી નાગજીભાઈ રબારીએ આમંત્રણ પાઠવ્યું છે. આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તારીખ 18 એપ્રિલ ને સોમવારના રોજ મા ચેહરનો 13મો પાટોત્સવ યોજાશે એમ ચેહરધામ ખંભોળજના ભુવાજી નાગજીભાઈ રબારીએ જણાવ્યું છે.
માતાજીના તેરમા પાટોત્સવ નિમિત્તે સવારે 9 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 5 કલાકે શ્રીફળ હોમ કરાશે. જ્યારે સાંજના 6.30 કલાકે માઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંગલિક અવસરે રાત્રે ૯.૦૦ કલાકે જીજ્ઞાસા રબારી, દિવ્યા ઠાકોર, ઉમેશ બારોટ જેવા સુપ્રસિદ્ધ ગાયકોની ઉપસ્થિતિમાં લોકડાયરો યોજાશે.

આ અવસરે દૂધરેજ વડવાળા મંદિરના પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ, ડાકોરના શ્રી ૧૦૮ સરસ્વતી દાસ બાપુ, પેટલી મંદિરના શ્રી નિર્મલ દાસ બાપુ, કાસવાના ભુવાજી શ્રી રાજા ભગત, વિરોચનનગર ના ભુવાજી કનુભાઈ, ભુવાજી બચુભાઈ રબારી, કમલીવાડા વિક્રમભાઈ રબારી સહિત સંતો, મહંતો, ભુવાજીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મુકેશભાઈ ભરવાડ અને માઈ ભક્તો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે માતાજીના ભક્તોને માતાજીના દર્શનનો લાભ લેવા ભુવાજી નાગજીભાઈ રબારીએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
