Team Chabuk-Gujarat Desk: ગયા રવિવારે રાજ્યમાં લોક રક્ષક દળની લેખિત પરીક્ષા લેવામાં આવી. પરીક્ષા પૂર્ણ થયાં બાદ જ ઘણા ઉમેદવારો ઓછા માર્કસ આવશે તેવી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે જૂનાગઢના માંગરોળના શીલમાં રહેતી એક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઓછા ગુણ આવવાના ડરથી પરિણામ પહેલાં જ મોતને વ્હાલું કરી લીધું છે.
પરીક્ષામાં ઓછા ગુણ આવશે તેવા ડરથી મહિલાએ એસીડ પીને આત્મહત્યા કરી લીધી છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે માંગરોળના શીલમાં રહેતા મયુરીબેન મીલનભાઈ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી ઘણા લાંબા સમયથી કરતા હતા. તાજેતરમાં તેમણે આ પરીક્ષા આપી હોય જેમા ઓછા માર્કસ આવશે તેવા ડરથી લાગી આવતા એસીડ પી લેતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ મહિલાના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવમાં મીલનભાઈ કારાભાઈ ચુડાસમાએ શીલ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
