Homeગુર્જર નગરીઆણંદના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી ૧૮ એપ્રિલે ભવ્ય પાટોત્સવ

આણંદના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી ૧૮ એપ્રિલે ભવ્ય પાટોત્સવ

Team Chabuk-Gujarat Desk: આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીનો તેરમો પાટોત્સવ આગામી તારીખ 18 એપ્રિલના રોજ ધામધૂમથી યોજાવા જઈ રહ્યો છે. ત્યારે માતાજીના ભક્તોને દર્શનનો લાભ લેવા ભુવાજી નાગજીભાઈ રબારીએ આમંત્રણ પાઠવ્યું છે. આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તારીખ 18 એપ્રિલ ને સોમવારના રોજ મા ચેહરનો 13મો  પાટોત્સવ યોજાશે એમ ચેહરધામ ખંભોળજના ભુવાજી નાગજીભાઈ રબારીએ જણાવ્યું છે.

માતાજીના તેરમા પાટોત્સવ નિમિત્તે સવારે 9 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 5 કલાકે શ્રીફળ હોમ કરાશે. જ્યારે સાંજના 6.30 કલાકે માઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંગલિક અવસરે રાત્રે ૯.૦૦ કલાકે  જીજ્ઞાસા રબારી, દિવ્યા ઠાકોર, ઉમેશ બારોટ જેવા સુપ્રસિદ્ધ ગાયકોની ઉપસ્થિતિમાં લોકડાયરો યોજાશે.

shreeji dhosa

આ અવસરે દૂધરેજ વડવાળા મંદિરના પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ, ડાકોરના શ્રી ૧૦૮ સરસ્વતી દાસ બાપુ, પેટલી મંદિરના શ્રી નિર્મલ દાસ બાપુ, કાસવાના ભુવાજી શ્રી રાજા ભગત, વિરોચનનગર ના ભુવાજી કનુભાઈ,  ભુવાજી બચુભાઈ રબારી, કમલીવાડા વિક્રમભાઈ રબારી સહિત સંતો, મહંતો, ભુવાજીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મુકેશભાઈ ભરવાડ અને માઈ ભક્તો ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે માતાજીના ભક્તોને માતાજીના દર્શનનો લાભ લેવા ભુવાજી નાગજીભાઈ રબારીએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments