Homeગુર્જર નગરીજૂનાગઢઃ કેશોદની 2 સગીરાનું 4 શખ્સોએ અપહરણ કરી દીવ અને જશાધારમાં દુષ્કર્મ...

જૂનાગઢઃ કેશોદની 2 સગીરાનું 4 શખ્સોએ અપહરણ કરી દીવ અને જશાધારમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદમાંથી બે સગીરાનું અપહણ કરી દીવ અને જશાધાર લઈ જઈ ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે, બંને સગીરાને દીવ લઈ જઈ કેફી પીણું પીવડાવાયું હતું. ત્યારબાદ ચાર શખ્સોએ સગીરાને પીંખી હતી. આ અંગે પોલીસે હરેશ બાબરિયા, વિશાલ બાબરિયા, હસલો મક્કા અને હસલો દરબાર વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસિટીની કમલ લગાવી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ કેશોદ નજીકના એક ગામની બે સગીરા ૨૭ એપ્રિલે ધોરણ ૧૧ની પરીક્ષા આપવા માટે કેશોદ ગઇ હતી. આ દરમિયાન કેશોદ બસ સ્‍ટેશનેથી પ્રાંસલી ગામનો હરેશ હમીર બાબરિયા અને શેરગઢનો વિશાલ સુરેશ બાબરિયાએ હસલો દરબાર અને હસલો મક્કા નામના શખ્સોની મદદગારીથી સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ સગીરાને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયા હોવાનો દાવો છે. સગીરાને સાથે લઈ ગયા બાદ એક ૧૫ વર્ષ ૧૧ મહિનાની સગીરાને હરેશ હમીર દીવ લઈ ગયો હતો જ્યાં કેફી પીણું પીવડાવી તેણી સાથે અડપલાં કરી દુષ્‍કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

આરોપી

જ્‍યારે ૧૬ વર્ષ 1 મહિનાની સગીરાને વિશાલ સુરેશ બાબરિયા જશાધાર લઈ ગયો હતો જ્યાં તેના પર દુષ્કર્મ આચરાયાનો દાવો છે. આ બંને સગીરાએ પરિવારજનોને પોતાની આપવિતી કહેતાં પરિવારજનો ચોંકી ગયા હતા. ગત રાત્રે ૮.૩૦ કલાકે કેશોદ પોલીસે એક સગીરાના પિતાની ફરિયાદ લઇ ચારેય શખ્‍સો વિરૂધ્‍ધ કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૧), ૩૫૪ (એ), ૧૧૪ તેમજ પોકસો એકટની કલમ ૪, ૮ તથા ૧૨ અને એટ્રોસીટીની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

coop surat

બે સગીરાના અપહરણ અને દુષ્‍કર્મના બનાવને ગંભીરતાથી લઇ એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ તપાસ જૂનાગઢ એસસી – એસટી સેલના ડીવાયએસપી ડો. કિરણબેન કે. ઠાકુરને સોંપી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments