Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. જો કે, આ વખતેની ચોરીની ઘટના અલગ છે. અહીં કોઈ શાતિર ચોરે તાળું નથી તોડ્યું કે નથી કોઈએ બંધ ઘરમાં ચોરી કરી. આ વખતે એક મહિલાએ કપડાની ખુલ્લી દુકાનને નિશાને બનાવી છે.
વાત જૂનાગઢના મનીષ માર્કેટની છે. અહીં એક હોઝિયરીની દુકાનમાંથી મહિલાએ કપડાનીં ઉઠાંતરી કરી હતી. આ મહિલાને એવું હતું કે તેને કોઈ જોઈ નથી રહ્યું પરંતુ તે દુકાનમાં લગાવેલી ત્રીજી આંખથી બચી શકી નહીં. દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા કપડાંની ઉઠાંતરી કરતી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
#women #theft #junagadh
— thechabuk (@thechabuk) April 29, 2022
જૂનાગઢઃ પહેલાં મહિલાએ બંને તરફ જોયું બાદમાં ડિસ્પ્લેમાંથી કપડાં ઉઠાવી થેલીમાં નાખી લીધા ! pic.twitter.com/ttaprEwXnx
સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, તેને કોઈ જોઈ તો નથી રહ્યું ને. આજુબાજુમાં જોયા બાદ તે ડિસ્પ્લેમાં રાખેલા કપડાં પોતાની થેલીમાં નાખીને ચાલતી પકડે છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં કાપડ માર્કેટ છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે. આવા સમયે ગ્રાહકના સ્વાંગમાં ચોર આવે છે અને ચોરીને અંજામ આપે છે. જો કે, ચોરીની ઘટનાને ડામવા સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે.


તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત