Team Chabuk-Gujarat Desk: ડુંગળી પકવતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ડુંગળી પકવતાં ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. ડુંગળી પકવતાં ખેડૂતો હાલ નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે જાહેરાત કરી કે ડુંગળી પકવતાં ખેડૂતો માટે 1 એપ્રિલે અથવા તે પહેલાં જેણે ડુંગળી વેચી હશે તેઓને પ્રતિ કિલો 2 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.
એટલે કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. આ સાથે જ ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 130 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલા એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય આપવાનો નિર્ણય કરાયો છે. કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, આ માટે કુલ રૂ.100 કરોડની માતબર રકમ ફાળવાઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલા એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલોના વેચાણ સુધી મહત્તમ રૂ.50,000ની સહાય ચૂકવશે.

મહત્વનું છે કે, ડૂંગળીના ભાવ હાલ તળિયે બેસી જતાં વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તાજેતરમાં ડુંગળીના બજાર ભાવ તળીયે જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉપજ કરવામાં જેટલો ખર્ચ થયો તેની અડધી કિંમત પણ ન મળી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ડુંગળીમાં થયેલા ખર્ચની અડધી રકમ મળે છે. બિયારણ ખાતર પાણી, મજુરી અને યાર્ડ સુધીનો ખર્ચ પણ માથે પાડ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત