Team Chabuk-Gujarat Desk: ગઈકાલે શુક્રવારે પશ્ચિમ દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકોના મોત નિપજ્યા છે અને 19 લોકોની હજુ પણ શોધખોળ ચાલુ છે. સાંજે 4.40 કલાકની આસપાસ આગ લાગ્યાની જાણકારી ફાયર વિભાગને મળી હતી. ત્યારબાદ 30 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને બુઝાવવાના પ્રયાસો શરૂ કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
Delhi's Mundka fire | Rescue mission is on. NDRF is checking if there are more bodies. 27 bodies recovered so far,25 of them haven't been identified. Two will be identified. Forensic team will check DNA samples. 27-28 missing complaints have come in: DCP Outer Dist, Sameer Sharma pic.twitter.com/IfuOjpInSM
— ANI (@ANI) May 14, 2022
દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે રાત્રે 10 વાગ્યે માહિતી આપી હતી કે, 26 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગ ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગી હતી. બચાવ કાર્ય હજુ ચાલુ છે. બચાવકર્મીઓ હજુ ત્રીજા માળે પહોંચ્યા નથી. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
Delhi | NDRF continues the search operation in the 3-storey building in Mundka where a fire broke out yesterday. 27 bodies recovered so far.
— ANI (@ANI) May 14, 2022
"I am looking for my sister. I can't find her," says a man, Ismail, who is present at the site. pic.twitter.com/y8VnHBFUuT
દિલ્હી પોલીસે જણાવ્યું કે, 10 લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગમાંથી 60-70 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આગની માહિતી મળતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બારીઓના કાચ તોડીને બચાવી લેવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે. પોલીસે જણાવ્યું કે કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાય
દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડિંગમાં લાગેલી આગમાં અત્યાર સુધી 27 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
કેજરીવાલ સ્થળની મુલાકાત લેશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 9.30 વાગ્યે ઘટના સ્થળે પહોંચશે. આ ઘટના અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આ દુઃખ ઘટના વિશે જાણીને સ્તબ્ધ અને વ્યથિત છું. ભગવાન સૌનું ભલું કરે.
આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાજકીય લોકોએ શોક વ્યક્ત કર્યો છે.
ફેક્ટરી માલિકના બન્ને પુત્રની ધરપકડ
મુંડકા આગની ઘટનામાં ફેક્ટરી માલિકના બંને પુત્ર વરુણ ગોયલ અને હરીશ ગોયલની ધરપકડ કરી લેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ફેક્ટરીના માલિકનું પણ મૃત્યુ થયું છે પરંતુ જ્યાં સુધી લાશની ઓળખ થઈ નથી ત્યાં સુધી પોલીસ સત્તાવાર રીતે કંઈ કહી રહી નથી. બિલ્ડિંગનો માલિક મનીષ લાકડા ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ટેરેસના દરવાજા પર તાળું મળ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
