Team Chabuk-International Desk: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે પર નારા શહેરમાં ભાષણ દરમિયાન ગોળીબાર થયો છે. હુમલાખોરે શિંઝો આબેને છાતીના ભાગમાં ગોળી મારી છે. આ ઘટના બાદ શિંઝો આબે બેભાન થઈને પડી ગયા. ત્યારબાદ તેઓને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. હુમલા બાદ શિંઝો આબેને હાર્ટ એટેક આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. શિંઝોની હાલત ખુબ જ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલાખોરને પોલીસે પકડી લીધો છે.
New video shows attempted assassination on former Japanese Prime Minister Shinzo Abe
— BNO News (@BNONews) July 8, 2022
NOTE: Video not graphic, but viewer discretion is advised pic.twitter.com/7zsm4WSWrZ
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે પર હુમલાની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વ્યથિત થયા છે. તેમની અને શિંઝો આબેની મિત્રતા દુનિયાભરમાં ચર્ચામાં રહી છે. તેમણે ટ્વીટ કરીને આઘાતની લાગણી વ્યક્તિ કરી છે.
Deeply distressed by the attack on my dear friend Abe Shinzo. Our thoughts and prayers are with him, his family, and the people of Japan.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
હુમલાખોરે જેવો શિંઝો આબે પર હુમલો કર્યો ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી લીધી. સુરક્ષાકર્મીઓએ હુમલાખોર પાસેથી ગન છીનવી લીધી હતી અને તેને જમીન પર પાડી દીધો હતો. જાપાનના એનએચકે વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ હુમલાખોરની ઓળખ 41 વર્ષના યામાગામી તેત્સુયા તરીકે થઈ છે. જેની હત્યાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરાઈ. જાપાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ તે મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય છે. જો કે હુમલાનું કારણ સામે આવ્યું નથી.
#WATCH | Ex-Japanese PM Shinzo Abe shot during a speech in Nara city. Fire Dept says he's showing no vital signs, is in cardiopulmonary arrest & scheduled to be transferred by medevac to Nara Medical University. Shooter nabbed.
— ANI (@ANI) July 8, 2022
Aerial visuals from Nara City.
(Source: Reuters) pic.twitter.com/OSVxn48fyD
જાપાનની પોલીસે શિંઝો આબે પર હુમલો કરનારા હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક મીડિયા જિજિએ જણાવ્યું કે શિંઝો આબેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. હાલ સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. ત્યાં હાજર લોકોએ તુરંત તેમને સીપીઆર આપ્યું જેથી કરીને જીવ બચી શકે. અત્રે જણાવવાનું કે તેઓ પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ. જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ તેમના શરીરમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી અને હાલ તેઓ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. હુમલાખોરની ગોળી તેમને છાતીમાં વાગી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત